સેવાલીયા સરકારી પ્રાથમીક શાળા પાસેના હાઇવે ઉપર બોર્ડ અને રેલિંગો લગાવવાની માંગ ઉગ્ર બની
(પ્રતિનિધિ) સેવાલીયા, ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના સેવાલીયા સ્ટેશન પગાર કેન્દ્ર પ્રાથમીક શાળા સેવાલીયા – બાલાસિનોર રોડ ટચ આવેલી છે. તાઃ- ૨૪-૦૯-૨૦૧૯ના બપોરે ધોઃ- ૨ ના શિવ કમલેશ ભાઈ પટેલ નામના બાળકને કોઈ અજાણ્યા બાઇક સવારે અડફેટે લઈ ફગોળીને ફરાર થઈ ગયો હતો.જાણ થતા તરત જ આચાર્યશ્રી હર્ષદભાઈએ બાળકને સારવાર અર્થે સરકારી દવાખાનામાં લઇ ગયા હતા. જ્યાં બાળકને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. આ બાબતે સેવાલીયા સ્ટેશન પ્રાથમિક શાળાના આચાર્ય હર્ષદભાઈ વાળદ સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું કે શાળા હાઇવે ટચ આવેલી છે. જ્યાં ધોરણઃ- ૧ થી ૮ સુધીના નાના બાળકો અભ્યાસ કરે છે. આ હાઇવે ઉપર ક્યાંય આગળ સ્કૂલ હોવાનું બોર્ડ મારવામાં આવ્યું નથી. આ અને સ્પીડ બ્રેકરબમ્પ એક તરફ જ લગાવવામાં આવ્યો છે.
બીજી તરફ સ્પીડ બ્રેકર બમ્પ લગાવવામાં નથી આવ્યો જેના કારણે અવારનવાર નાના બાળકોને વાહનચાલકો દ્વારા અડફેટે લેવાની ઘટનાઓ બને છે. આ બાબતે અમો અગાઉ પણ તંત્રને ફરી રજુઆત કરીએ છે. કે શાળાની બન્ને તરફ બમ્પ બનાવવામાં આવે અને બન્ને તરફ શાળાની માહિતી આપતા બોર્ડ મારવામાં આવે અને રેલિંગો મારવામાં આવે તો અવારનવાર બનતી ઘટનાઓને ઓછી કરી શકાય છે. આ બાબતે જીગર પટેલ (માર્ગ અને મકાન, ડાકોર) નાઓનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું કે શાળાની તરફ આની જરૂરિયાત હોય તેવો એક પત્ર મોકલી આપશો, શાળાની બન્ને તરફ લોખંડી પાઇપો વળી બેરીકેટ અને શાળાની સૂચના આપતું બોર્ડની કામગીરી માટે ઉપલી કક્ષાએ રજુઆત કરીશ.*