Western Times News

Gujarati News

સેવાલીયા સી.પી.પટેલ હાઈસ્કૂલમાં સેવાલીયા પોલીસ દ્વારા ગુરુવંદના કાર્યક્રમ યોજાયો

(પ્રતિનિધિ) સેવાલિયા, ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના વડુમથક સેવાલીયા ખાતે આવેલ નામાંકિત સી.પી.પટેલ હાઈસ્કૂલમાં આજ રોજ ગુરુપૂર્ણિમા નિમિત્તે સેવાલિયા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ સી.પી.પટેલ હાઈસ્કુલમાં સેવાલિયા પોલીસ દ્વારા ગુરુપૂર્ણિમા નિમિતે હાઈસ્કૂલમાં પ્રાર્થના સભામાં હાજરી આપી નોકરીની દ્રષ્ટ્રીએ શાળાના સૌથી જુના શિક્ષક તથા ઉમરની દ્રષ્ટ્રીએ શાળાના સૌથી મોટા શિક્ષકનું સાલ ઓઢાડી જિલ્લા પોલીસ વતી સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પ્રાર્થનામાં શાળાના બાળકો સમક્ષ સંસ્કાર પ્રેરક પ્રવચન કરવામાં આવ્યું હતું.

શાસ્ત્રોમાં ‘ગુ‘ એટલે અંધકાર અને ‘રૂ‘ એટલે તેનો નિરોધક મતલબ પ્રકાશ. મતલબ બે અક્ષરોથી મળીને બનેલ ‘ગુરૂ’ શબ્દનો અર્થ છે ગુ મતલબ અંધકાર અને રૂ મતલબ તેને દૂર કરનાર. શિષ્યમાં અજ્ઞાન રૂપી અંધકારને દુર કરી જ્ઞાન રૂપી દિપક પ્રગટાવનાર ગુરુ એક જીવન શિલ્પી મહાપુરુષ છે. જેમની અંદર પ્રકાશની શોધ પેદા થઇ છે, ગુરૂ એ છે કે અજ્ઞાનતા દૂર કરે છે, ગુરૂ એ છે જે ધર્મનો માર્ગ બતાવે છે. ગુરુ મોક્ષનો સાચો રાહ બતાવનાર ભોમિયો છે.

અને તમામ વિધાર્થીઓને ચોકલેટ આપી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે સેવાલિયા પોલીસ મથક તરફથી ભરતભાઈ, વિજયભાઈ, જયસિંહભાઈ, રમણભાઈ, રાહુલભાઈ, નરેશભાઈ તથ જયવીરસિંહ મહિળા (આચાર્ય- સી.પી.પટેલ હાઈસ્કૂલ) તથા શાળા પરિવારે હાજરી આપી હતી. *


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.