સેવાલીયા સ્ટેશન પગાર કેન્દ્ર શાળામાં બાલમેળો યોજાયો
(પ્રતિનિધિ:- મોહસીન વહોરા, સેવાલીયા) ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના સેવાલીયા સ્ટેશન પગાર કેન્દ્ર શાળામાં દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ સેવાલીયા સ્ટેશન પગારકેન્દ્ર શાળામાં બાલમેળો યોજાઇ ગયો. બાલમેલામાં બાળકોએ પોતાના હાથે બનાવેલી કૃતિઓનો આનંદ માણયો હતો. ધોરણ:- ૧ થી ૫ માં બાલમેળો અને ૬ થી ૮ માં લાઈફ સ્કિલની વિવિધ પ્રવૃત્તિ કરાવવામાં આવી હતી. વિધાર્થીઓએ મનુષ્યગાન, ગૌરવ ગાન, સ્વાગતગીત, સુંદર વ્યક્તવ્યો રજૂ કર્યા હતા. બાલમેળો એટલે એવો કાર્યક્રમ કે જેમાં આનંદ જ આનંદ હોય છે.
બાલમેળો બાળકો માટે એક એવું આકર્ષણ છે કે જે બાળકોને શાળામાં આવવા માટે અને શાળામાં રોકાવા માટે પ્રેરણા પુરી પાડે છે. બાલમેલામાં એવી પ્રવૃત્તિઓ હોય છે કે જે બાળકોને કરવી ગમતી હોય છે. બાળક શાળામાં આવતા જ એવું વિચારે કે આજે શાળામાં કઈક નવું કરવા અને જાણવા મળશે. આચાર્યશ્રી દ્વારા બાળકોને જીવનમાં આ પ્રવૃત્તિઓથી આનંદ મળે, નવીન શીખવાનો આનંદ સહ, સુષુપ્ત શક્તિઓ ખીલવાની વાત કરી બાળકોને સમજ આપી હતી. આ પ્રવૃત્તિઓ એસ.એમ.સીના અધ્યક્ષ, વાલી સભ્યોએ જોઈ ખૂબ જ સંતોષ અનુભવ્યો હતો.
સેવાલીયા બજારના અગ્રણી હાજી શકિલભાઈ ચાવાલા તરફથી ધોરણ :-૧ માં પ્રવેશ મેળવેલ બાળકોને ૬૫ દફતર કીટ (દેશીહિસાબ, સ્લેટપેન)ભેટ આપવામાં આવી હતા. ગોપાલભાઈ શાહ દ્વારા ૬૫ બાળકોને બોક્સવાળી અને લિટીવાળી નોટ અને કંપાસ બોક્સ આપવામાં આવ્યા હતા. પ્રવીણભાઈ શાહ દ્વારા ધોરણ ૧ થી ૮ ની ગત વર્ષે યોજાયેલી વાર્ષિક પરીક્ષામાં પ્રથમ અને બીજા નંબર મેળવનાર તમામ ૩૨ વિદ્યાર્થીઓને ગ્રામર બુક, નિંબધમાળા, કંપાસ, સ્કેચપેન, બોલપેન જેવા ઇનામ વહેંચવામાં આવ્યા હતા.
તમામ મહાનુભાવો દ્વારા સ્વાગત અને પ્રાર્થના કરતી બાલિકાઓને રોકડ ઇનામ આપવામાં આવ્યું અને શાળાના બે મુસ્લિમ બાળકોએ બેસ્ટ યોગનું નિદર્શન કરાતાં તેમને પણ ઇનામ જાહેર કરવામાં આવ્યું. આ પ્રોગ્રામમાં ગોપાલભાઈ શાહ (હોન્ડા મોટર્સ વાળા), હાજી શકીલભાઈ ચા વાળા, પ્રવિણભાઈ શાહ, જીતુભાઈ ઉપાધ્યાય, યોગેશભાઈ શાહ, મોહસીનભાઈ વહોરા (પત્રકાર) તથા એસ.એમ.સિ સભ્યો અને ગ્રામજનોની હાજરીમાં યોજવામાં આવ્યો. શાળા પરિવાર વતી મુખ્ય શિક્ષક શ્રી હર્ષદભાઈ વાળંદ દ્વારા તમામ દાતા અને હાજરી આપેલ મહેમાનોનું સ્વાગત પ્રવચન કર્યું હતું.