સેવાલીયા CHC હોસ્પિટલના સ્ટાફની સફળ કામગીરી મુકબધિર મહિલાની નોર્મલ ડિલિવરી કરવામાં આવી
(મોહસીન વહોરા, સેવાલીયા) ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના વડુંમથક સેવાલીયા ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ગત રોજ એક મુકબધિર એટલે કે બોલી પણ નહીં શકનાર અને સાંભળી પણ નહીં શકનાર મહિલાને ડિલિવરી માટે સી.એચ.સી ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યાં તેઓને ડૉકટરની ટીમ દ્વારા અનથક પ્રયાસો બાદ નોર્મલ ડિલિવરી કરાવવામાં આવી હતી. જેના બાદ મહિલાના પરિવારજનોએ ડોકટર તથા તેમના સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.
બીજી તરફ સોશિયલ મીડિયામાં એક મેસેજ ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. કે લોકડાઉન દરમિયાન જન્મેલ બાળકોમાં મોટા ભાગ ના નોર્મલ ડિલેવરી દ્વારા જન્મેલા છે. અહીંયા મેસેજ ની ખરાઈ નથી કરવામાં આવી રહી પરંતુ લોકોને હાલતથી બાખબર કરવાનો હેતુ છે. હંસાબેન કમલેશ ભાઈ ગોસાઈ નામના મહિલાને નોર્મલ ડિલેવરી કરાવતા ડૉ. દીપેન શકુનિયા સહિતના સ્ટાફનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.