Western Times News

Gujarati News

સેવા સદનમાં ફાઈબર કેબલ કપાતા ઓનલાઈન સેવા બે દિવસથી ઠપ્પ

અરવલ્લી:અરવલ્લી જિલ્લા સેવા સદનમાં ગઈકાલથી ઈન્ટરનેટ સેવા ઠપ્પ થતાં અરજદારો મુશ્કેલીમાં મુકાયા છે.મંગળવારે બપોરે બે વાગ્યાથી અચાનક ઇન્ટરનેટ સેવા ખોરવાતા અરજદારોએ ધક્કા ખાવાનો વારો આવે છે.

સરકારી કામકાજ અર્થે દૂર દૂરથી આવતા લોકોને ઇન્ટરનેટ સેવા ખોરવાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ઓનલાઈન સેવા ખોરવાતા ટેબલ પર બેઠેલા કર્મચારીઓ પણ ખોવાયા હોય તેમ મોટા ભાગના ટેબલ પર કર્મચારીઓ ગાયબ જોવા મળ્યા હતા મહેસુલી કર્મચારીઓની હડતાળના પગલે અરજદારોના સપ્તાહથી ટલ્લે ચઢેલા કામ ઈન્ટરનેટના અભાવે અટકી પડતા અરજદારોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે

પ્રાપ્ત માહિતી મુજબ, નેશનલ હાઈવે પર ચાલતાં રોજના કામકાજને લઈને કેબલ કપાતા ઇન્ટરનેટ સેવા ખોરવાઇ છે  ઇન્ટરનેટ સેવા બંધ થતાં અરવલ્લી જિલ્લાની તમામ કચેરીઓ જિલ્લા કલેકટર, પોલીસ અધિક્ષક તેમજ જિલ્લા પંચાયત કચેરીમાં ચાલતા તમામ ઓનલાઇન કામકાજ બંધ થયા છે. ઇન્ટરનેટ બંધ થતાં જનસેવા કેન્દ્ર ખાતે આવતા અરજદારોને હાલ કોઇ જ સેવાનો લાભ નથી મળી રહ્યો

જેથી ઉતારો, આવકના દાખલા, ડોમિસાઇલ સર્ટી,  રેશનકાર્ડ જેવી તમામ સેવા હાલ બંધ છે.  ઇન્ટરનેટ સેવા ક્યારે ચાલુ થાય તેનો કોઈ નિશ્ચિત સમય નથી પણ હાલ તો અરજદારોએ હાલાકીનો સામનો કરી રહ્યા છે. જનસેવા કેન્દ્રમાં એવા કેટલાય અરજદારો મળ્યા કે જેઓ અક્ષમ હતા તેમ છતાં કચેરીઓના ધક્કા ખાવાનો વારો આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.