“સેવા સેતુ કાર્યક્રમ” યોજના અંતર્ગત ૫૬ જેટલી સેવાઓના લાભ એક જ સ્થળે મળશે

તા. ૧૪ ના રોજ પાલનપુર તાલુકાના સુરજપુરા (ખે) ખાતે “સેવા સેતુ કાર્યક્રમ” યોજાશેઃ
(માહિતી બ્યુરો, પાલનપુર) રાજય સરકારશ્રીની પ્રજાલક્ષી વ્યક્તિગત યોજનાઓનો લાભ પ્રજાને મળતો રહે, વહીવટમાં કાર્યક્ષમતા,
પારદર્શકતા, સંવેદનશીલતા તથા જવાબદારીપણું જળવાઈ રહે તે માટે વ્યકિતગત પ્રશ્નો અને સેવાઓ લોકોના રહેઠાણના નજીકના સ્થળે, તેજ દિવસે મળી રહે, તેવા હેતુથી તાલુકા કક્ષાએ “સેવા સેતુ કાર્યક્રમ” તા.૧૪/૦૫/૨૦૨૨, શનિવારના રોજ સવારે ૦૯:૦૦ કલાકથી સાંજના ૦૫:૦૦ કલાક સુધી સુરજપુરા (ખે) પ્રાથમિક શાળા, મુ. સુરજપુરા (ખે), તા.પાલનપુર ખાતે રાખવામાં આવેલ છે.
આ કાર્યક્રમમાં ચિત્રાસણી, કોટડા (ચાં), મોરીયા, મલાણા, જશપુરીયા, અસ્માપુરા (ક), ભટામલ (મોટી), ચેખલા, પારપડા, હેબતપુર, સાંગ્રા, વરવાડીયા, સુરજપુરા, રામપુરા (ક), ભટામલ નાની, સાંગલા, પખાણવા, લુણવા, પીરોજપુરા (ટાં), દેલવાડા, ખેમાણા, કરજોડા, આંત્રોલી, રણાવાસ, રાજપુર (૫) ગામોના લોકોના વ્યકિતગત પ્રશ્નો અને સેવાઓ – જુદા જુદા જાતિ, આવક, નોન – ક્રિમીલીયર વિગેરે પ્રમાણપત્રો, રેશનકાર્ડને લગતી કામગીરી, દાક્તરી તપાસ અને સારવાર, બેંકને લગતી કામગીરી, આધારકાર્ડ, એસ.ટી. બસ પાસ, આર્થિક લાભની સેવાઓ, મહેસુલી સેવાઓ વિગેરે જેવી વિવિધ પ૬ સેવાઓનો ઉપરના ગામોના લોકોને લાભ લેવા નાયબ કલેક્ટરશ્રી પાલનપુરની અખબારી યાદીમાં જણાવાયું છે.