સેવિંગ્સ એકાઉન્ટમાં 1લી નવે.થી વ્યાજ દર ઘટી જશે
હવે એક લાખથી ઓછા બેલેન્સ વાળા બચત ખાતા ઉપર વ્યાજદરમાં ઘટાડો થયોઃ વ્યાજદર હવે ૩.૨૫ ટકા રહેશે
નવી દિલ્હી, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ (SBI) એક લાખ કરતા ઓચા બેલેન્સવાળા બચત ખાતા પર વ્યાજ દરમાં ઘટાડો કરી દીધો છે. બેંક દ્વારા પહેલા ૩.૫૦ ટકાના દરે વ્યાજ આપવામા આવી રહ્યો હતો. જે હવે ૩.૨૫ ટકાના દરે વ્યાજ રહેશે. નવા દરો આવતીકાલે પહેલી નવેમ્બરના દિવસથી અમલી કરવામાં આવનાર છે.
સામાન્ય રીતે ગ્રાહકો હમેંશા વધારે વ્યાજદરવાળા બેંકમાં પોતાના ખાતા ખોલાવવાનુ પસંદ કરે છે. બેંકના આ પગલાના કારણે ગ્રાહકોને મોટો ફટકો પડ્યો છે. એસબીઆઇના આ પગલાના કારણે એવુ બની શકે છે કે ગ્રાહકો એસબીઆઇને (State Bank of India SBI) છોડીને અન્ય બેંકો તરફનુ વલણ કરી શકે છે. જે બેંકો વધારે વ્યાજ આપે તે બેંકો તરફ એસબીઆઇના ગ્રાહકો જઇ શકે છે.
બચત ખાતા પર વધારે વ્યાજ હાંસલ કરવાના હેતુથી ગ્રાહકો જાહેર શ્રેત્રની બેંકો ઉપરાંત ખાનગી સેક્ટરની બેંકો તરફ પણ નજર કરી શકે છે. વધારે વ્યાજદર મેળવી લેવાની યોજના ગ્રાહકોની સામાન્ય રીતે રહે છે.
વધારે વ્યાજ દર મેળવી લેવા માટે બેંકોની પસંદગીથી એમએફમાં (Mutual Fund) રોકાણ કરનાર ગ્રાહકોને પણ ફાયદો થઇ શકે છે. આવી સ્થિતિમાં રિટર્ન વધીને મળનાર છે.
જા ગ્રાહક વધારે વ્યાજદર મેળવી લેવા માટે બેંક બદલી નાંખવા માટે વિચારણા કરી રહ્યા છે તો તેમને હાલમાં જ પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કોઓપરેટિવ બેંકમાં (fraud in Punjab and Maharashtra Co operative Bank) કોંભાડની બાબતને પણ ધ્યાનમાં લેવાની રહેશે. નિષ્ણાંતો કહે છે કે પીએમસી બેંક PMC Bank કોંભાંડને ધ્યાનમાં લઇને ગ્રાહકોએ હાલમાં કોઓપરેટિવ બેંક અને સ્મોલ ફાયનાન્સ (Co-operative Bank of Small Finance Bank) તરફ નજર કરવી જાઇએ નહીં. જા ગ્રાહકો બેંક બદલવા માટે ઇચ્છુક છે તો તેમને કેટલીક બાબતોને પહેલા ધ્યાનમાં લેવા માટેની પહેલ કરવી જાઇએ.સાવધાની જરૂરી છે.