સેહવાગે વીરૂ કી બેઠકમાં આમિરની પીકેનો રોલ કર્યો
નવી દિલ્હી: આઈપીએલ ૨૦૨૦માં અત્યારસુધીમાં શાનદાર પ્રદર્શન કરી રહેલી વિરાટ કોહલીની આરસીબી ટીમને ગુરુવારના ત્યારે ઝટકો લાગ્યો, જ્યારે કિંગ્સ ઇલેવન પંજાબએ બેંગ્લોરને ૮ વિકેટથી માત આપી છે. હાર બાદ કેપ્ટન કોહલીના ઘણા ર્નિણયની ટીકા થઈ છે.
હવે વીરેન્દ્ર સેહવાગએ પણ તેને લઇને વિરાટ કોહલી પર નિશાન સાધ્યું છે. સેહવાગે તેમના ડેલી શો વીરૂ કી બેઠકમાં આમિર ખાનની જાણીતી ફિલ્મ પીકેનો રોલ કર્યો છે. જો કે, શોમાં તેમણે તેમના કરેક્ટરનું નામ વીકે રાખ્યું છે. એટલે વિરાટ કોહલી. સેહવાગે ભોજપુરી અંદાજમાં કહ્યું, એસે ટુકુર ટુકુર કા દેખતે હો, હમ હું વીકે, હમ ઈસ ધરતી કા પ્રાણી નહીં હું, ઈસ લિએ જો કહતા હું, સચ હી બોલતા હું. આજ હમ ક્ફૂયુજિયા ગયે હૈ,
હમસે કા ગલતી હો ગઇ હૈ, ઉ કહતે હે કિ હમને ટી-૨૦ કે બેસ્ટ બેટ્સમેન કો ખેલને હી નહીં દીયા, એક તો પંજાબ કે બેંગલોરી લોંડે હમારા બેંડ બજા કે ચલે ગએ, ઉપર સે યે ઈલ્જામ, કા કરે હમ, લુલ હો ગઈ હે હમારી જિંદગી, લુલ. વીરૂએ વધુમાં કહ્યું, બેંગ્લોરની ટીમ ઘણી વખત આઇપીએલમાં સૌને સરપ્રાઇઝ આપતી રહે છે. ગઇકાલે આ સીઝનમાં બીજી વખત પંજાબથી હારી ફરી એકવાર સરપ્રાઇઝ આપી. ખેર હું તો ખુશ થયો, બેંગ્લોરનો છું તો શું થયું, પંજાબી મુંડે ફરી એકવાર જીત્યા. ટોસ જીતી ચીકૂએ લીધી બેટિંગ. પડિક્કલ અને ફિંચના આઉટ થવા પર સૌને ઇન્તેજાર હતો એબી ડિવિલિયર્સનો,
પરંતુ આવી ગઇ સુંદર, અતિ સુંદર મૂવ. ભક્તોને લાગ્યું હવે જોવા મળશે એબીડીના જલ્વા, પરંતુ આવી ગયો દુબે. મને એવું લાગ્યું કે એબીડી માત્ર ડ્રેસિંગ રૂમના એસીની હવા ખાવા આવ્યો હતો. સેહવાગે પંજાબના બેટ્સમેનની પ્રશંસા કરતા કહ્યું, સીરિયસ મેન મયંકે લીધો પ્રોજેક્ટ હાથમાં અને સુકા બોડીગાર્ડ (ચહલ)ને તેની પ્રથમ ઓવરમાં આઉટ કર્યો. એક તરફ કડક પ્લેયર (કેએલ રાહુલ) બીજો છેડો સંભાળી રહ્યો હતો. પછી આવ્યા ટી-૨૦ના તાઉ (ક્રિસ ગેલ), તાઉએ એલાન કર્યું હું કહી નહીં જઇશ અને સૌ કોઈની બેન્ડ વગાડીશ, થઇ ગયો બેડા ગર્ક ચીકૂ સેનાનો, ભલુ થાય પુરનનું જેણે સુકા બોડીગાર્ડને ચૂરન આપી મેચને પૂર્ણ કરી.