સેેટેલાઈટમાં વેપારીના ઘરમાંથી ત્રણ લાખ રૂપિયાના દાગીનાની ચોરી
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: સેટેલાઈટમાં રહેતા એક વેપારીના ઘરે લોકડાઉન દરમ્યાન ચોરીની ઘટના બની છે. વેપારીએ જન્મદિન નિમિત્તે પત્નીને આપેલી વીંટી તિજારીમાં મુકવા જતાં અંદરથી બીજા દાગીના ગાયબ થયેલા જાવા મળ્યા ત્યારે ચોરીનો પર્દાફાશ થયો હતો. આશરે રૂ.૩ લાખ રૂપિયાના દાગીનાની ચોરી અંગેની ફરીયાદ તેમણે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.
અભિજીત મુરલીધર શર્મા (ઉ.વ.૪૦) સત્યાગ્રહ છાવણી, ગુલમહોર મોલની બાજુમાં રહે છે. અને એ-ર મોટર્સ નરોડા પાટીયા નજીક ગાડી લે-વેચનો ધંધો કરે છે. માર્ચ મહિનામાં તેમના બધા જ દાગીના તેમની તિજોરીમાં હતા. દરમ્યાનમાં લોકડાઉન થતાં અભિજીતભાઈ પોતાના પરિવાર ઉપરાંત નોકર દંપત્તિ અંજલીબેન તથા કિસ્મતભાઈ સાથે ઘરે જ હાજર હતા. દરમ્યાનમાં કિસ્મતભાઈ ભૂજ ગયા હતા. જે પછી અંજલીબેન પણ ગયા હતા.
થોડા સમય બાદ અંજલીબેન તેમની બહેન સાથે પરત આવી હતી. પરંતુ એપ્રિલ મહિનામાં બંન્ને બહેનો પાછી વતન જતી રહી હતી. ગઈ તા.૧૬મીએ પત્નીનો જન્મદિન હોવાથી અભિજીતભાઈએ તેમને વીંટી આપી હતી. જે મુકવા મુખ્ય તિજારી ખોલતા અંદર મુકેલા ત્રણ લાખ રૂપિયાની કિંમતના પાટલા, પેન્ડલ, વીંટી, ચેઈન સહિતના દાગીના ગાયબ જાતા પતિ પત્નીના હોંશ ઉડી ગયા હતા. તેમણે પોતાની રીતે તપાસ ચલાવી હતી. અને છેવટે પોલીસ ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.