Western Times News

Gujarati News

સૈજપુરમાં ટી.પી.રોડ ખુલ્લો કરવા ૫૪ મિલ્કતો તોડવામાં આવી

(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશને છેલ્લા ત્રણ મહિનાથી અનઅધિકૃત બાંધકામો દૂર કરવા અને ટી.પી.રોડ ખુલ્લા કરવા માટે ઝુંબેશ શરૂ કરી છે. જેના ભાગરૂપે ઉત્તર ઝોનમાં નડતરરૂપ દબાણો દૂર કરી ટી.પી.રોડ ખુલ્લો કર્યાે છે. સ્થાનિક રહીશોના ઉગ્ર વિરોધ વચ્ચે ઉત્તર ઝોન એસ્ટેટ ખાતા દ્વારા દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી છે.

મ્યુનિસિપલ ઉત્તર ઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફીસર રાજેશભાઈ જાદવના જણાવ્યા મુજબ સૈજપુર-બોઘા વોર્ડમાં ટી.પી.સ્કીમ ૩૯ના ફા.પ્લોટ નંબર-૭૧૫-૭૧૬માં ટી.પી.રોડ ઉપર સંતોષીનગર છાપરા નામથી દબાણ થઇ ગયા હતા. જેમાં રહેણાંક પ્રકારની ૮૪, ધાર્મિક પ્રકારની ચાર, મીક્ષ- એક અને અન્ય ૦૬ મળી કુલ ૯૭ બાંધકામો દૂર કરી ટી.પી.રોડ ખુલ્લો કરવા ૧૮ જાન્યુઆરીએ આયોજન કરવામાં આવ્યું હતું. જેના માટે સરદાર નગર પોલીસ સ્ટેશન તરફથી મદદ પણ મળી હતી. સ્થળ પર સ્થાનિક રહીશો તરફથી ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો.

પરંતુ ટી.પી.રોડ પર કપાતમાં જતા મકાનોને ઝૂપડા પુનઃવસન અને પુનઃવિકાસ અંતર્ગત નવેસરથી આવાસો આપવામાં આવશે તેવી ખાત્રી આપ્યા બાદ વિના વિઘ્ને ડિમોલેશન કામગીરી શરૂ કરવામાં આવી હતી. જે ૧૯ જાન્યુઆરીએ પણ યથાવત રહી હતી. સૈજપુર બોઘા વોર્ડમાં ૨૧૪ મીટર લંબાઈ અને ૯.૫ મીટર પહોળા ટી.પી.રોડને ખુલ્લો કરવા માટે ૧૯ જાન્યુઆરીએ સ્થાનિક પોલીસતંત્રની મદદથી ૯૭ પૈકી ૫૭ બાંધકામો દૂર કરવામાં આવ્યા હતા તેમજ ૧૫૪ મીટર રોડ ખુલ્લો કરવામાં આવ્યો છે. બાકી રહેલા દબાણ દૂર કરવા માટે ૨૦ જાન્યુઆરીએ પણ કાર્યવાહી કરવા આવશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.