Western Times News

Gujarati News

સૈનિક સ્કૂલ બાલાછડી, જામનગર દ્વારા સેના દિવસ પ્રસંગે વેબિનારનું આયોજન કર્યુ

અમદાવાદ, સૈનિક સ્કૂલ બાલાછડી, જામનગરએ દેશની રક્ષાની ફરજ બજાવતા પોતાના પ્રાણનું બલિદાન આપનારા જવાનોને શ્રદ્ધાંજલી પ્રદાન કરવા માટે  15 જાન્યુઆરી, 2021ના રોજ 73માં ‘ભારતીય સૈન્ય દિવસ’ની ઉજવણી કરી હતી. સાથે જ આ દિવસે જનરલ (પછી ફિલ્ડ માર્શલ) કે.એમ. કરિઅપ્પા દ્વારા ભારતીય સેનાના પહેલા કમાન્ડર-ઇન-ચીફ તરીકે બ્રિટિશ જનરલ સર ફ્રાન્સિસ બુચર પાસેથી 1949માં કાર્યભાર સંભાળવાની પણ ઉજવણી કરાય છે.

આ વિશેષ દિવસે, સ્કૂલના NCC કોય દ્વારા એક વેબિનારનું આયોજન કરાયું હતું. વેબિનાર મારફત સ્કૂલના ધોરણ 11ના NCC કેડેટ્સને T/O પિયુષ વડગામા, ANO, સૈનિક સ્કૂલ, બાલાછડી, NCC કોચના માર્ગદર્શન હેઠળ ભારતીય સૈન્યના વિવિધ પાસા અને મહત્વને રજૂ કરવામાં આવ્યું હતું. આ પાવન પ્રસંગે, જુનિયર કેડેટ્સે ઓનલાઇન જાંબાજ જવાનોને શ્રદ્ધાંજલી આપવા માટે પોસ્ટરોનું પ્રદર્શન કર્યુ હતું. અન્ય કેડેટ્સે વીડિયો કોન્ફરન્સ મારફત વેબિનારમાં હાજરી આપી હતી.

મુખ્ય મહેમાન, ગ્રુપ કેપ્ટન, રવિંદર સિંઘ, પ્રિન્સિપાલ, સૈનિક સ્કૂલ બાલાછડી,એ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે એક સાચા નાગરિક તરીકે, આપણે આપણા બહાદુર જવાનોના બલિદાનને યાદ કરવું જોઇએ જેમણે આપણા દેશની રક્ષા માટે પોતાના જીવનુ બલિદાન આપ્યુ છે.

તેમણે કહ્યું હતું કે ભારતીય સૈન્ય દિવસ પ્રસંગે વેબિનારનું આયોજન કેડેટ્સને ભારતીય સેનાની મહાન પરંપરાઓ અને સિદ્ધિઓ વિશે માહિતગાર કરવા માટે છે. તેમણે કેડેટ્સને સલાહ આપી હતી કે તેઓ પોતાની તાલીમમાં એવા માપદંડો પ્રાપ્ત કરવા  માટે પ્રયાસ કરે જ્યાં તેઓ આ પ્રખ્યાત ક્વોટની અનુભૂતિ કરી શકે કે ‘ આપ જિસે ફૌજ કહેતે હો, હમ ઉસે જિંદગી કહેતે હૈ’.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.