સૈન્ય નિર્માણની તસવીરો પાકને મોકલતો યુવક ઝડપાયો
ગોપાલગંજ: બિહારના ગોપાલગંજના રહેવાસી એક યુવકને પાકિસ્તાની એજન્ટના રૂપમાં સૈન્ય રક્ષા ક્ષેત્રની કેટલીક તસવીરો શૅર કરવાના ગુનામાં મહારાષ્ટ્રના નાગપુરથી ધરપકડ કરવામાં આવી છે. યુવક ગોપાલગંજ જિલ્લાના બરૌલીના સોનબરસાના આલાપુર ગામનો રહેવાસી છે. યુવકનું નામ સંજીવ કુમાર છે જે બરૌલીના આલાપુરના કમલ ભગતનો પુત્ર છે. પરિજનો મુજબ, યુવક લૉકડાઉન દરમિયાન પોતાના ઘરે જ રહેતો હતો. આ દરમિયાન ઘરની આર્થિક સ્થિતિ ખરાબ થવા લાગી ત્યારબાદ તેઓ દોઢ મહિના પહેલા જ મહારાષ્ટ્રમાં મજૂરી કરવા માટે જતો રહ્યો હતો.
પરંતુ પાકિસ્તાની વોટ્સએપ ગ્રુપમાં કેટલીક વાંધાજનક સંદિગ્ધ તસવીરો શૅર કરવાના ગુનામાં તેની ધરપકડ કરવામાં આવી છે. હાલમાં આરોપી યુવક ૯ ઓક્ટોબર સુધી પોલીસની કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો છે જ્યાં તેની પૂછપરછ થઈ રહી છે. ધરપકડ કરાયેલા યુવકના કાકા હરિ ભગતે ભત્રીજાની ધરપકડ થવાની જાણ થઈ છે. પરિજનોનું કહેવું છે કે તેનાથી અજાણતા જ ભૂલ થઈ ગઈ જેના કા રણે તેની ધરપકડ કરવામાં આવી છે. આ જ વાત યુવકના મોટા ભાઈ મંજય કુમારે પણ કહી. મંજય કુમાર મુજબ તે કેવી રીતે બીજાના સંપર્કમાં આવ્યો અને તેણે કેવી રીતે ભૂલ કરી તેના વિશે પરિજનોને કોઈ જાણકારી નથી.
આ ઘટના બાદથી ગામમાં જ લોકો અનેક પ્રકારની વાતો કરી રહ્યા છે જ્યારે સંજીવનો પરિવાર ડરેલો છે. મૂળે, પાકિસ્તાની વોટ્સએપ ગ્રુપમાં દેઓલલી રક્ષા ક્ષેત્રની તસવીરો શૅર કરવાના મામલામાં કોર્ટે એક યુવકને ૯ ઓક્ટોબર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. નાગપુરના એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે ૨૧ વર્ષીય આરોપી સંજીવ કુમારને ગત શુક્રવારે કેટલાક સૈનિકોએ તે સમયે પકડ્યો હતો જ્યારે તે દેઓલલી કેમ્પમાં સૈન્ય હૉસ્પિટલ ક્ષેત્રની તસવીરો ક્લિક કરી રહ્યો હતો.
મળતી જાણકારી મુજબ આ ક્ષેત્રમાં ફોટોગ્રાફી કે વીડિયોગ્રાફી કરવી પ્રતિબંધિત છે. જેના કારણે સૈનિકોએ યુવકને તાત્કાલિક પકડીને તેનો મોબાઇલ ફોન જપ્ત કરી લીધો. મોબાઇલની તપાસમાં જાણવા મળ્યું કે યુવકે કથિત રીતે પડોશી દેશમાં એક વોટ્સએપ ગ્રુપ પર તસવીરો મોકલી હતી.
આરોપી સંજીવ કુમારને શનિવાર સાંજે દેઓલલી કેમ્પની પોલીસને સોંપવામાં આવ્યો હતો. મહારાષ્ટ્ર પોલીસના જણાવ્યા મુજબ, ધરપકડ કરવામાં આવેલો યુવક બિહારના ગોપાલગંજ જિલ્લાનો રહેવાસી છે અને અહીં દેઓલલી કેમ્પ રેલવે સ્ટેશનની પાસેની વસાહતમાં રહે છે. તે સૈન્ય ક્ષેત્રમાં થઈ રહેલા નિર્માણ કાર્યમાં મજૂરી કરી રહ્યો હતો.
જેની સામે ઓફિશિયલ સિક્રેટ એક્ટની કલમ ૩ અને ૪ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આરોપીના ગામની પણ તપાસ કરવામાં આવી રહી છે. કોન્રાકાક્ટર જેણે તેને કામ પર રાખ્યો હતો અને તેના સહકર્મીઓેની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. હાલ પોલીસે યુવકની ધરપકડ કરી લીધી છે અને વધુ જાણકારી મેળવી રહી છે કે કોના કહેવા પર તે કામ કરી રહ્યો હતો અને શું આ પહેલા પણ તેણે આ પ્રકારની તસવીરો મોકલી છે કે નહીં.