સૈફ અને અમૃતા સિંહની છેલ્લી મુલાકાત કોલંબિયામાં થઈ હતી

મુંબઈ, સૈફ અલી ખાન અને અમૃતા સિંહની પ્રેમ કહાની સૌ કોઈને ખ્યાલ છે. બોલીવુડમાં તેમની જાેડીની ચર્ચા ખુબ ટ્રેન્ડિંગમાં રહી હતી. સૈફ અમૃતાથી ઉંમરમાં ઘણા નાના છે. સૈફ અલી ખાન અને અમૃતા સિંહની લવ સ્ટોરીથી સૌ કોઈ વાકિફ છે. બોલીવુડમાં તેમની જાેડી ચર્ચામાં રહી હતી.
સૈફ અલી ખાન અમૃતાથી ઉંમરમાં ઘણા નાના હતા. પરંતુ પ્રેમમાં તે બધુ ગૌણ લાગે છે. બંનેની મુલાકાત એક ફિલ્મના ફોટોશૂટ દરમિયાન થઈ હતી. થોડા સમય બાદ બંને વચ્ચેના રિલેશનની ખબર સામે આવી હતી. બંને વચ્ચે ઉંમરમાં ૧૨ વર્ષનો ફરક હતો. અને તે જ કારણે બંનેએ વહેલા લગ્ન કરી લીધા.
કેમ કે સૈફ અલી ખાનને ડર હતો કે, કદાચ તેમના ઘરના આ સંબંધનો વિરોધ ન કરે. તમને જણાવી દઈએ કે, બંને વચ્ચે અનોખો પ્રેમ હતો. દરેક લોકો તેમના વચ્ચેનો પ્રેમ જાેઈને ચોંકી જતાં હતા. તેમના લગ્ન ૧૩ વર્ષ સુધી ચાલ્યા. તે દરમિયામ બંનેને બે બાળકો થયા. સારા અલી ખાન અને ઈબ્રાહિમ અલી ખાન.
સારાએ ૨૦૧૮માં ફિલ્મ કેદારનાથથી ફિલ્મી દુનિયામાં કરિયરની શરૂઆત કરી. ત્યારે એક ઈન્ટરવ્યૂ દરમિયાન સારા અલી ખાને કહ્યું કે, તેમના પેરેન્ટ્સના તલાક બાદ છેલ્લી મુલાકાત ક્યારે થઈ હતી. આ ઈન્ટરવ્યૂમાં સૈફ અલી ખાન પણ હાજર હતા. ત્યારે સૈફે પણ કહ્યું કે અમૃતા સાથે તેમની છેલ્લી મુલાકાત કોલંબિયામાં થઈ હતી. જ્યારે તેઓ સારાને યૂનિવર્સિટી છોડવા માટે ગયા હતા. સારા અલી ખાને કહ્યું કે, તેમના માટે તે શ્રેષ્ઠ સમય હતો.
સારાએ કહ્યું કે, હું કોલેજ જઈ રહી હતી. મારી મા મને ડ્રોપ કરવા આવ્યા અને અબ્બા પણ હાજર આવ્યા હતા. સારાએ વધુમાં કહ્યું કે, તે દિવસે હું અબ્બા સાથે ડિનર કરી રહી હતી અને મે માને બોલાવી તેમણે આવ્યા. અને અમે લોકોએ ખુબ સારો સમય સાથે પસાર કર્યો. તે બંનેએ મળીને કોલેજમાં મારો રૂમ સેટ કર્યો. માએ મારો બેડ સરખો કર્યો અને અબ્બા લેમ્પમાં બલ્બ લગાવી રહ્યા હતા. તે પળ મારા માટે સૌથી શ્રેષ્ઠ હતી. અને મને હંમેશા યાદ રહેશે.
આ સાથે જ એક ઈન્ટરવ્યૂમાં સૈફ એલી ખાને કહ્યું હતું કે, અમૃતાએ બંને બાળકોની ખુબ સારી દેખભાળ રાખી. તે માટે તેણે અમૃતાનો આભાર પણ માન્યો. કહ્યું કે બંને બાળકો ખુબ વેલ બિહેવ્ડ છે તેનો પૂરો શ્રેય તેમની માતાને જાય છે.SSS