સૈફ અલી ખાન અને કરીના કપૂર ‘અંદર સે ફિટ’ હોવાનું રહસ્ય
બંને કલાકારો નેટસર્ફની હેલ્થ એન્ડ વેલનેસ બ્રાન્ડ નેચરામોર માટેના નવા સંકલિત માર્કેટિંગ અભિયાનમાં દેખાશે
નવેમ્બર, 2020: ભારતની સીધું વેચાણ કરતી કંપનીઓ પૈકીની એક, નેટસર્ફ નેટવર્કે તેની હેલ્થ એન્ડ વેલનેસ બ્રાન્ડ નેચરામોરના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે બોલીવુડના પ્રખ્યાત દંપતી, કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાનને સામેલ કર્યા છે. કંપની બોલીવુડના આ બંને કલાકારોને દર્શાવતું નેચરામોર માટેનું અત્યાર સુધીનું પહેલું માર્કેટિંગ અભિયાન પ્રસારિત કરવાની તૈયારીમાં છે. આ અભિયાનને ડિજિટલ અને પરંપરાગત ચેનલોમાં સંકલિત કરવામાં આવશે.
“અંદર સે ફિટ” થીમ ધરાવતું આ અભિયાન નેચરામોરને કુદરત અને વિજ્ઞાનના એક સંપૂર્ણ મિશ્રણ તરીકે સ્થાન આપવા ઇચ્છે છે જે આપણા શરીરની પોષક જરૂરિયાતોને પૂર્ણ કરવામાં મદદ કરે છે અને આપણને અંદરથી ફીટ અને તંદુરસ્ત રાખે છે.
નેટસર્ફ નેટવર્કના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર, સુજિત જૈને જણાવ્યું હતું કે “અમે જોયું છે કે બદલાતી જીવનશૈલી સાથે, મોટાભાગના ભારતીય લોકોને વિટામિન્સ અને સુક્ષ્મ પોષકતત્ત્વોની ઉણપ હોય, કેલરીથી સમૃદ્ધ પરંતુ પ્રોટીનનો અભાવ હોય એવા ખોરાક અને અસંતુલિત આહાર સાથે સંકળાયેલી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. યોગ્ય પોષણ એ યોગ્ય તંદુરસ્તી બનાવવા અને આરોગ્યને સુધારવા માટેની ચાવી છે. આજે આપણે જોઈએ છીએ કે વધુ ને વધુ લોકો તંદુરસ્તીના નિયમોનું પાલન કરી રહ્યાં છે જે સારું છે, પરંતુ અમને લાગે છે કે તે યોગ્ય પોષણ વિના અધૂરું છે. અમારી બ્રાન્ડ નેચરામોર તમને કેવી રીતે અંદરથી ફીટ બનાવી શકે છે તે વિશે વાત કરે છે.”અભિયાનની તે થીમ છે જે કહે છે કે ‘અંદર સે ફિટt.’”
તેઓ ફ્લેગશિપ બ્રાન્ડ વિશે સવિસ્તર વર્ણવતા કહે છે કે “નેચરામોરના હર્બલ ન્યુટ્રાસ્યુટીકલ્સ આજની જીવનશૈલીને પૂરક બનાવવા, આંતરિક શક્તિ અને પ્રતિકાર શક્તિનું નિર્માણ કરવામાં ખુબ જ મદદ કરે છે અને શરીર ને સરળતાથી પોષણ પણ આપે છે. આ અભિયાન ચોક્કસપણે અમારી બ્રાન્ડ વિશે જાગરૂકતા વધારવામાં મદદ કરશે, જે અમારા ડાયરેક્ટ સેલર ને ગ્રાહકો સુધી પહોંચવા માટે પણ પ્રેરણા આપશે.”
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “અમને સૈફ અને કરીનાની કેમિસ્ટ્રી, અમારી બ્રાન્ડનો જે હેતુ છે તેના મૂળ મૂલ્યો સાથે સંપૂર્ણ રીતે બંધબેસતા લાગે છે. આ દંપતી આજના કાર્યકારી પરિવારનું એક ઉત્તમ ઉદાહરણ છે. તેમની જીવનશૈલી વ્યસ્ત છે, તેમ છતાં તેઓ તેમના સ્વાસ્થ્ય વિશે સભાન છે જે તેમને અમારા ગ્રાહક વર્ગ સાથે જોડાવા માટે યોગ્ય બનાવે છે.”
આ સંબંધ વિશે બોલતા બ્રાન્ડ એમ્બેસેડર સૈફ અલી ખાને કહ્યું હતું કે, “નેચરામોર સાથે સંકળાયેલા હોવાનો મને આનંદ છે, જે આજની જીવનશૈલીની જરૂરિયાત-સંતુલિત પોષણ માટે પ્રતિબદ્ધ બ્રાન્ડ છે. મને અભિયાનની #અંદરસેફિટની સર્વાંગી ધારણા સંપૂર્ણપણે ગમી છે. મને હંમેશાં એવું લાગ્યું છે કે ફિટ રહેવું એ અંદરથી તમારા હેલ્થ એન્ડ વેલનેસ માટે વધુ સારુ છે અને નેચરામોર આ જ વિચારસરણી ધરાવે છે. હું આ બ્રાન્ડ સાથે લાંબા ગાળા માટે જોડાઇ રહેવા ઇચ્છુ છુ.”
જ્યારે બ્રાન્ડ એમ્બેસેડર કરીના કપૂર ખાને જણાવ્યું હતું કે, “હું જાતે એક વર્કિંગ મધર અને ગૃહિણી હોવાના કારણે મને લાગે છે કે તમારા શરીરના યોગ્ય પોષણ પર ઘ્યાન આપવુ, એ એક શ્રેષ્ઠ બાબત છે જે તમે ફીટ રહેવા માટે કરી શકો છો. હું સારી તંદુરસ્તીની પદ્ધતિનું પાલન કરું છું, પરંતુ યોગ્ય પોષણ હંમેશાં મારા હેલ્થ એન્ડ વેલનેસની ચાવી રહ્યું છે. આજે આપણા જીવનની ભાગદોડને ધ્યાનમાં લેતા, યોગ્ય પોષણનુ જમણ હંમેશાં મુશ્કેલ હોય છે. નેચરામોર એ પોષણની કમતરતા ભરવામાં મદદ કરે છે.”
82.5 કોમ્યુનિકેશન્સના અધ્યક્ષ અને સી.સી.ઓ. સુમંતો ચટ્ટોપાધ્યાયે જણાવ્યું કે, “સંપૂર્ણ તંદુરસ્તી માટે તમારે અંદરથી ફીટ રહેવાની જરૂર છે. તે નેચરામોરના હર્બલ ન્યુટ્રાસ્યુટિકલ્સની રેંજનું વચન છે — આ વચનને 82.5 કોમ્યુનિકેશન્સ દ્વારા તૈયાર કરવામાં આવેલા નવા બ્રાન્ડ અભિયાનમાં સૈફીના દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે.”