Western Times News

Gujarati News

સૈફ-અમૃતા “અતરંગી રે” ફિલ્મમાં સારાનું પર્ફોમન્સ જોઈ રડી પડ્યા

મુંબઇ, સારા અલી ખાનની ફિલ્મ અતરંગી રે તાજેતરમાં જ રીલિઝ થઈ છે. આ ફિલ્મના ડિરેક્ટર આનંદ એલ રાય છે અને તેની સાથે ફિલ્મમાં સાઉથના સુપરસ્ટાર ધનુષ અને અક્ષય કુમાર લીડ રોલમાં જાેવા મળ્યા હતા. ફિલ્મને ઓટીટી પ્લેટફોર્મ પર રીલિઝ કરવામાં આવી છે.

ફિલ્મમાં સારા અલી ખાનના પર્ફોમન્સના ખૂબ વખાણ થઈ રહ્યા છે. સારા અલી ખાને તાજેતરમાં જ જણાવ્યું કે, તેના પિતા સૈફ અલી ખાન, માતા અમૃતા સિંહ અને ભાઈ ઈબ્રાહિમ અલી ખાનને આ ફિલ્મ કેવી લાગી અને ફિલ્મ જાેયા પછી તેમની શું પ્રતિક્રિયા હતી. સારા અલી ખાને એક ઈન્ટર્વ્યુમાં જણાવ્યું કે, સૈફ અને અમૃતા ફિલ્મ જાેઈને રડી પડ્યા હતા.

આટલુ જ નહીં, ભાઈ ઈબ્રાહિમ અલી ખાને પણ સારાની એક્ટિંગના વખાણ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે ૨૪મી ડિસેમ્બરના રોજ અતરંગી રે ઓટીટી પ્લેટફોર્મ પર રીલિઝ થઈ હતી. એક મીડિયા હાઉસને આપેલા ઈન્ટર્વ્યુમાં સારા અલી ખાને પરિવારના સભ્યોના રિએક્શનની વાત કરી હતી.

સારા અલી ખાનને પૂછવામાં આવ્યું કે તેના માતા અને પિતામાંથી વધારે સ્ટ્રિક્ટ ક્રિટિક કોણ છે? તો સારાએ જવાબ આપ્યો કે, અતરંગી રે માટે તે ઘણી નસીબદાર રહી છે, કારણકે તેના પેરેન્ટ્‌સને આ ફિલ્મ ઘણી પસંદ આવી છે. સારા જણાવે છે કે, મારી માતા હંમેશાથી ઘણી ઈમોશનલ છે અને તે હંમેશા એમ જ રહેશે. મારા પિતા ઘણાં મજબૂત અને અનુભવી વ્યક્તિ છે. પરંતુ આ વખતે મેં મોમ અને ડેડ બન્નેને રડાવી દીધા. બન્નેને મારા પર ગર્વ છે.

આ સફળતા વાળી ભાવના માર માટે ઘણી સારી છે. ભાઈ ઈબ્રાહિમ વિષે વાત કરતાં સારાએ કહ્યું કે, અમે બન્ને કોલેજથી લઈને અત્યાર સુધી એકબીજાને પ્રશ્નો કરવાના બદલે વધારે સમય મજાકમાં પસાર કરીએ છીએ. હું આજે પણ તના માટે ગોલુ મોલુ બહેન છું, પરંતુ આ વખતે ઈબ્રાહિમે કહ્યું કે તેને મારા પર ગર્વ છે.

તે તમામ લોકોને કહી રહ્યો છે કે આ જુઓ આ મારી બહેન છે. ઉલ્લેખનીય છે કે ફિલ્મ અતરંગી રેમાં સારા અલી ખાને બિહારની યુવતી રિન્કુનું પાત્ર ભજવ્યું છે. સારાએ પાત્રને સારી રીતે ભજવ્યું છે. એક્ટિંગની સાથે સાથે તેના ડાન્સના પણ વખાણ કરવામાં આવ્યા. આ સિવાય ફિલ્મમાં ધનુષના અભિનયના પણ ઘણાં વખાણ કરવામાં આવ્યા.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.