સૈફ-અમૃતા સિંહને સારા નેગેટિવ લોકો માનતી હતી

મુંબઈ, સારા અલી ખાન માતા અમૃતા સિંહ અને અબ્બા સૈફ અલી ખાનની રાજકુમારી છે. બોલિવૂડમાં પોતાના અભિનયથી લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવનાર સારા અલી ખાન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે પોતાની તસવીરો અને અદભુત વીડિયોને કારણે ચર્ચામાં રહે છે. સારાને ઘણીવાર તેના માતા-પિતા એટલે કે સૈફ અને અમૃતા વચ્ચેના સંબંધો વિશે વાત કરતી જાેવા મળી છે.
તાજેતરમાં, તેણે ફરી એકવાર તેની માતા અને પિતા વિશે ખુલીને વાત કરી. હમણાં જ એક ઈન્ટરવ્યૂમાં તેણે જણાવ્યું કે, તેને કેમ લાગ્યું હતું કે, અબ્બા સૈફ અલી ખાન અને અમૃતા સિંહ એક નેગેટિવ લોકો છે. સૈફ અલી ખાન અને અમૃતા સિંહના છૂટાછેડા પછી, તેમના બાળકો પુત્રી સારા અલી ખાન અને પુત્ર ઇબ્રાહિમ અલી ખાન તેની માતા સાથે રહ્યા. ત્રણેય ઘણીવાર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવતા જાેવા મળે છે. તાજેતરમાં સારાએ એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે, શા માટે તેને લાગતું હતું કે, તેના માતા અને પિતા બંને ‘નેગેટિવ લોકો’ છે.
સારા અલી ખાને ખુલાસો કર્યો કે, અબ્બાની ફિલ્મ ‘ઓમકારા; અને માની ફિલ્મ ‘કલયુગ’માં અમૃતાને જાેયા બાદ તેને લાગ્યું કે, તેના પિતા ખરાબ ભાષા (ગાળો)નો ઉપયોગ કરે છે અને માતા પોર્ન સાઇટ ચલાવે છે. એક ઈન્ટરવ્યુમાં, તેમણે તેમના બાળપણની કેટલીક યાદોને તાજી કરી.
સારાએ કહ્યું કે, મને યાદ છે કે મેં વર્ષ ૨૦૦૬માં ફિલ્મ ‘ઓમકારા’ અને વર્ષ ૨૦૦૫માં ફિલ્મ ‘કલયુગ’ જાેઈ હતી અને ફિલ્મ જાેઈને હું ખરેખર પરેશાન થઈ ગઈ હતી. મારા માતા અને પિતા કેટલા ખરાબ લોકો છે તે વિશે વિચારીને. તેણીએ હાસ્ય સાથે આગળ કહ્યું કે, હું તે સમયે ખૂબ જ નાની હતી અને મને લાગ્યું કે, અબ્બા ખરાબ ભાષાનો ઉપયોગ કરે છે અને મારી માતા પોર્ન સાઇટ ચલાવે છે, તે સમયે તે બિલકુલ રમુજી ન હતું.
સારાએ વધુમાં ઉમેર્યું કારણ કે, ‘બંને ‘બેસ્ટ એક્ટર ઇન નેગેટિવ રોલ’ માટે નોમિનેટ થયા હતા. તો મારી પ્રતિક્રિયા એવી હતી, ‘આ શું છે!? તેની જુની યાદ તાજા કરી કેટલાક વર્ષો વિશે વાત કરતા સારાએ વધુમાં કહ્યું કે, હું હંમેશાથી મમ્મા ગર્લ રહી છું. તેણે હંમેશા મને પ્રેરણા આપી છે. હું તે જ છું જે વધુ પાંચ પુશ અપ કરવા માંગુ છું, કેમેસ્ટ્રીનો બીજાે પાઠ વાંચવા માંગુ છું અથવા સ્ક્રિપ્ટ વાંચવાની વિનંતી કરું છું.
તેણે સ્વીકાર્યું કે જીવન અને તેની આસપાસના સંજાેગો બદલાઈ ગયા છે. અભિનેત્રીએ કહ્યું કે, હું મારી લાગણીઓ શેર કરીને સારી થઈ રહી છું. તમને જણાવી દઈએ કે સૈફ અલી ખાને ‘ઓમકારા’માં લંગડા ત્યાગીનો રોલ કર્યો હતો.SSS