સૈફ અલીએ ૫૦મો બર્થ ડે ફ્રેન્ડ્સ-પરિવાર સાથે ઉજવ્યો
બર્થ ડે સેલિબ્રેશન માટે કરિશ્મા કપૂર, અમૃતા અરોરા, સોહા અલી અને કુણાલ ખેમૂ સૈફ-કરીનાના ઘરે પહોંચ્યા
મુંબઈ, બોલિવુડના નવાબ સૈફ અલી ખાનનો ૫૦મો બર્થ ડે હતો. સૈફ અલી ખાને ૧૫ ઓગસ્ટની રાત્રે ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે સેલિબ્રેશન કર્યું હતું. બર્થ ડે સેલિબ્રેશન માટે કરિશ્મા કપૂર, અમૃતા અરોરા, સોહા અલી ખાન અને કુણાલ ખેમૂ સૈફ-કરીનાના ઘરે પહોંચ્યા હતા. પટૌડી પરિવાર માટે આ ડબલ સેલિબ્રેશનનો મોકો હતો કારણકે સૈફ-કરીના જલદી જ બીજી વખત પેરેન્ટ્સ બનવાના છે. સૈફ અલી ખાનના ૫૦મા બર્થ ડે સેલિબ્રેશનની તસવીરો અને વિડીયો સામે આવ્યા છે. બલૂન્સ અને ડેકોરેટિવ વસ્તુઓ સાથે સૈફના બર્થ ડે સેલિબ્રેશન માટે ઘર સજાવાયું હતું.
બેબોએ સૈફ અલી ખાનની બર્થ ડે સેલિબ્રેશનની ઝલક બતાવતા વિડીયો શેર કર્યા છે. એક વિડીયોમાં સૈફ-બેબો મસ્તી કરતાં જોવા મળે છે તો બીજા વિડીયોમાં એકબીજા પર પ્રેમ વરસાવતા જોવા મળ્યા. કરીનાએ પતિને શુભેચ્છા પાઠવતા લખ્યું, “મારી જિંદગીના સ્પાર્કલને હેપી બર્થ ડે.” બર્થ ડે બોય સૈફ માટે બે કેક લાવવામાં આવી હતી. જેમાં એક કેક પર ૫૦ લખેલું હતું જ્યારે બીજી કેક પર સૈફ અને તેના ત્રણેય બાળકોની તસવીર જોવા મળી રહી છે. કરીના ઉપરાંત કરિશ્મા કપૂરે પણ સૈફના બર્થ ડે સેલિબ્રેશનની તસવીરો શેર કરી છે.
કરિશ્માએ બર્થ ડે સેલિબ્રેશનની તસવીર શેર કરતાં લખ્યું, “૫૦મા જન્મદિવસની શુભેચ્છા સૈફુ. તું કુલેસ્ટ જીજાજી છે. આ સિવાય સૈફ અલી ખાનના બનેવી અને એક્ટર કુણાલ ખેમૂએ પણ સૈફના કેક કટિંગની તસવીરો શેર કરી છે. કુણાલ ખેમૂએ શેર કરેલી તસવીરમાં કેકના ટેબલની આસપાસ બલૂન્સ જોવા મળે છે. કુણાલે લખ્યું, “હેપી બર્થ ડે ભાઈ. સૈફ અલી ખાનની બહેન સોહા અલી ખાન પણ ભાઈની બર્થ ડે સેલિબ્રેટ કરવા તેના ઘરે પહોંચી હતી. સોહાએ ભાઈ અને પતિ કુણાલ સાથે તસવીર શેર કરતાં લખ્યું, ૫૦મા જન્મદિવસની શુભેચ્છા ભાઈ. તમે મને દરરોજ નિઃશંકપણે હું હોવા બદલ પ્રેરિત કરો છો. તમે મને હંમેશા યાદ અપાવતા રહો છે આગળ સારો સમય હંમેશા આવે જ છે.
કરીના અને કરિશ્માની બેસ્ટફ્રેન્ડ અમૃતા અરોરાએ પણ ‘સૈફુ’ને બર્થ ડેની શુભકામના આપી છે. અમૃતાએ તસવીરો શેર કરતાં લખ્યું, ૩૨ વર્ષના અનુભવ સાથે ૧૮મા બર્થ ડેની શુભેચ્છા. અમારો સૌથી કૂલ અને સ્ટાઈલિશ સૈફુ. હેપી બર્થ ડે. અમૃતા સિવાય તેની બહેન અને એક્ટ્રેસ મલાઈકા અરોરાએ પણ બેસ્ટફ્રેન્ડ કરીનાના પતિ સૈફને જન્મદિવસની શુભકામના આપી છે. મલાઈકાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં સૈફ સાથેની તસવીરો શેર કરતાં લખ્યું, “સૌથી કૂલ અને હેન્ડસમ બોય સૈફુ. હેપી બર્થ ડે ડાર્લિંગ સૈફુ. મહત્વનું છે કે, કોરોના વાયરસ મહામારીને ધ્યાનમાં રાખીને સૈફ અલી ખાનના ૫૦મા જન્મદિવસનું સેલિબ્રેશન માત્ર અંગત લોકો સાથે થયું. બેબોની બેસ્ટફ્રેન્ડ્સ અને પરિવાર સાથે જ સૈફનું બર્થ ડે સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું.SSS