સૈફ અલીના ઈન્ટરવ્યૂમાં તૈમૂર ફરીવાર વચ્ચે આવ્યો
મુંબઈ, સૈફ અલી ખાન અને કરીના કપૂરનો દીકરો તૈમૂર પોપ્યુલર સ્ટારકિડ છે. સાડા ચાર વર્ષના તૈમૂરની પોપ્યુલારિટી મોટા સ્ટારને પણ પાછળ છોડે તેવી છે! માત્ર મીડિયાના ફોટોગ્રાફર્સ જ નહીં સેલિબ્રિટીઝ પણ નાનકડા તૈમૂરના ફેન છે. સોશિયલ મીડિયા પર તૈમૂરના વિડીયો હોય કે તસવીરો આગની જેમ વાયરલ થાય છે. ત્યારે હાલ સોશિયલ મીડિયા પર તૈમૂરનો એક વિડીયો વાયરલ થયો છે.
જેમાં તે પપ્પા સૈફના ઈન્ટરવ્યૂમાં આવી ચડે છે. તૈમૂરના એક ફેનપેજ પર વિડીયો શેર કરવામાં આવ્યો છે. જેમાં સૈફ અને સારા અલી ખાન પુસ્તકોના મુદ્દે ચર્ચા કરી રહ્યા હોય છે. ત્યારે વચ્ચે તૈમૂર આવી જાય છે.
તૈમૂરને જાેઈને સારા ખુશ થઈ જાય છે અને કહે છે ‘હેલો ટિમ ટિમ. તું કેમ છે?’. ત્યારે તૈમૂરના ચહેરા પર પણ સામે છેડે દીદીને જાેઈને સ્મિત આવી જાય છે. સૈફ તૈમૂરને કહે છે, ‘સારાને હાય કહે.’ પછી તૈમૂર હાથ ઊંચો કરીને સારાને હાય કહે છે. સૈફ ત્યાર બાદ તૈમૂરને જણાવે છે કે, તેઓ પુસ્તકો અંગે ઈન્ટરવ્યૂ કરી રહ્યા છે.
તૈમૂરનો આ વિડીયો ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યો છે. આ પહેલીવાર નથી જ્યારે તૈમૂર સૈફ અલી ખાનના કોઈ વર્ચ્ચુઅલ ઈન્ટરવ્યૂમાં આવી ગયો હોય. કોરાના કાળમાં ઘણાં ઈન્ટરવ્યૂ આ પ્રકારે ઓનલાઈન લેવાતા હતા ત્યારે તૈમૂર સૈફના ઈન્ટરવ્યૂમાં આવ્યો હોય તેવા કિસ્સા બની ચૂક્યા છે. એ વખતે પણ તૈમૂરના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. ત્યારે તૈમૂરનો વધુ એક વિડીયો વાયરલ થતાં ફેન્સને મજા પડી ગઈ છે.
તૈમૂર મીડિયાના ફોટોગ્રાફર્સનો ફેવરિટ સ્ટારકિડ છે. જાેકે, ઘણીવાર તે ફોટોગ્રાફર્સ સામે ગુસ્સો કરીને ‘નો ફોટો’ કહેતો સંભળાય છે. તો ઘણીવાર તે કેમેરા સામે જાેઈને નખરા કરે છે. બુધવારે તૈમૂર ફોઈ સોહા અલી ખાનના ઘરે પહોંચ્યો હતો. સોહા અલી ખાન અને કુણાલ ખેમૂની દીકરી ઈનાયાની બર્થ ડે પાર્ટીમાં તૈમૂર મમ્મી કરીના અને નાના ભાઈ જેહ સાથે પહોંચ્યો હતો.
બર્થ ડે પાર્ટીમાંથી તૈમૂરની મોટાભાઈ ઈબ્રાહિમ અને બર્થ ડે ગર્લ ઈનાયા સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. જણાવી દઈએ કે, તૈમૂર જન્મ્યો ત્યારથી સોશિયલ મીડિયા પર તેની બોલબાલા છે અને ફેન્સ તેની એક ઝલક જાેવા માટે ઉત્સુક હોય છે. એટલે જ દર થોડા દિવસે સૈફ-કરીનાના મોટા દીકરાની તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે.SSS