સૈફ અલી ખાનની ગિફ્ટ કરિશ્મા કપૂરને ગમી ગઈ
મુંબઈ, બોલીવૂડ ઈન્ડસ્ટ્રીમાં કપૂર ખાનદાનની બે બહેનો કરિશ્મા કપૂર અને કરીના કપૂર વચ્ચે સારી બોન્ડિંગ છે. તો કરીના કપૂરના પતિ સૈફ અલી ખાનનો પણ કરિશ્મા કપૂર સાથે સારો સંબંધ છે. તાજેતરમાં જ સૈફ અલી ખાને કરિશ્મા કપૂરને એક ગિફ્ટ કરી હતી. સૈફ અલી ખાને તેની સાળી કરિશ્મા કપૂરને એક ફોટો ફ્રેમ ગિફ્ટમાં આપી છે.
આ બ્લેક એન્ડ વ્હાઈટ તસવીરમાં કરીના કપૂર ઊભી છે અને કરિશ્મા કપૂર કુર્સી પર બેઠેલી નજરે પડી રહી છે. કરિશ્મા કપૂર આ ગિફ્ટ મેળવીને ખૂબ જ ખુશ છે. તેણે તેની આ ખુશી સોશિયલ મીડિયા દ્વારા વ્યક્ત કરી હતી. કરિશ્મા કપૂરે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સૈફ અલી ખાન દ્વારા ગિફ્ટમાં આપવામાં આવેલી ફોટો ફ્રેમની તસવીરો શેર કરી છે.
કરિશ્મા કપૂરે આ તસવીરોની સાથે લખ્યું છ કે, ધન્યવાદ સૈફૂ ઈસ ખૂબસુરત મેમરી કે લિયે ઈસે દીવાર પર લગાને કે લિયે બેતાબ હૂ, લવ ઈટ. કરીના કપૂરે સિમી ગ્રેવાલ સાથે એક ઈન્ટરવ્યાં ખુલાસો કર્યો હતો કે, જ્યારે કરિશ્મા કપૂર સ્ટ્રગલ કરી રહી હતી ત્યારે અમને કોઈએ સપોર્ટ નહોતો કર્યો. મેં મારી માતા બબિતા અને બહેનને રાતે રોતા જાેઈ હતી. મારી માતા હંમેશા અમારા લોકોની સાથે ઊભી રહી.
એ સમયે હું ખૂબ જ નાની હતી. હું ચોરી છૂપે બધુ જ જાેતી હતી. કરિશ્મા કપૂરને લોકો ખોટી સાબિત કરવા માટે પ્રયાસ કરી રહ્યા હતા. આ બધી વસ્તુઓને હું મારી લાઈફનો સૌથી ખરાબ સમય માનુ છું. આ બધાએ જ મને મજબૂત બનાવી છે. જાે કે, કરિશ્મા કપૂર અને કરીના કપૂર બંને બહેનો એકબીજાને ખૂબ જ પ્રેમ કરે છે. સૈફ અલી ખાન સાથે પણ કરિશ્મા કપૂરને સારા સંબંધો છે. તેઓ વચ્ચે ભાગ્યે જ તકરાર થતી હોય છે. કરિશ્મા કપૂર પણ ખાસ કરીને વાદ વિવાદથી દૂર રહેવાનું પસંદ કરે છે.SSS