સોખડાના સ્વામી હરિપ્રસાદના અંતિમ દર્શને પહોંચ્યા રાજકીય નેતાઓ
વડોદરા: સોખડાના સ્વામી હરિપ્રસાદ બ્રહ્મલીશ થયા જેમના દેહને અંતિમ દર્શન ખાતે રાખવામાં આવ્યો છે. સોખડા-હરિધામ મંદિર ખાતે સ્વામી હરિપ્રસાદના નશ્વર દેહના અંતિમ દર્શન કરવા ભારે ધસારો જાેવા મળી રહ્યો છે. અત્યાર સુધી એક લાખથી વધુ હરિભક્તો દર્શન કરી ચૂક્યા છે. મંદિર બહાર ભક્તોની ૨ કિમી લાંબી લાઇન જાેવા મળી રહી છે. તો સોખડા મંદિરની આસપાસના ખેતરોમાં ૨ હજારથી વધુ વાહનો પાર્ક થયા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ સોખડા મંદિરને શોક સંદેશ પાઠવ્યો છે.પીએમ મોદીએ હરિપ્રસાદ સ્વામીના અક્ષરવાસથી દુખની લાગણી વ્યક્ત કરી છે. તેમણે શોક સંદેશમાં સ્વામીજીને સેવા, ભક્તિ અને સમર્પણના જીવંત ઉદાહરણ ગણાવ્યા છે. સાથે જ કહ્યું કે, ધાર્મિક સત્સંગ અને સામાજિક સેવા દ્વારા દેશ વિદેશના લાખો અનુયાયીઓના જીવનમા પરિવર્તન લાવવા સેતુ રૂપ બન્યા છે. વિચાર દર્શનનુ પ્રતિક એવુ સોખડા હરિધામ પ્રેરણા તીર્થધામ બન્યું છે. સ્વામીજીના પ્રેરણારૂપ સાનિધ્યનો મને
લાભ મળ્યો છે. તો પ્રધાનમંત્રીએ હરિપ્રસાદ સ્વામી મહારાજની આત્માને શાન્તિ આપે તેવી પ્રાર્થના કરી છે.
રાજ્ય કક્ષાના મંત્રી યોગેશ પટેલ સોખડા મંદિર ખાતે સ્વામી હરિપ્રસાદના દર્શન કાજે પહોંચ્યા હતા, તેમણે શોક સંદેશ પાઠવતા કહ્યું કે હરિપ્રસાદ જેવા સંત ૨૧મી સદીમાં મળવા મુશ્કેલ છે. સ્વામીએ યુવાનોને આત્મીયતાથી પોતાની સાથે જાેડ્યા છે,કપરાકાળમાં પણ સ્વામી હંમેશા મદદે આવ્યા છે હવે સોખડા મંદિર સુનું સુનું લાગે છે. ઉપરાંત રાજય સરકારના મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના મંત્રીઓ મંદિર ખાતે પહોંચ્યા હતાં. બીજી તરફ કોંગ્રેસ મોટા નેતાઓ ભરતસિંહ સોલંકી,અર્જુન મોઢવાડિયા,સિદ્ધાર્થ પટેલ નેતાઓ પણ સોખડા મંદિરે પહોંચ્યા અને હરિપ્રસાદ સ્વામીના પાર્થિવ દેહના દર્શન કર્યા હતા. આ તરફ વીએસપી તરફથી પણ સ્વામીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી, વીએસપી દ્વારા જણાવ્યું કે હરિપ્રસાદ સ્વામી વિશ્વ હિન્દુ પરિષદ સાથે કાયમ જાેડાયેલા રહ્યા
સોખડાના આત્મીય ગુરૂ હરિપ્રસાદ સ્વામી અક્ષરનિવાસી થતાં લાખો અનુયાયીઓમાં શોક છવાયો છે ત્યારે આજે દક્ષિણ ગુજરાતના હરિભક્તો દર્શન કાજે આવ્યા હતાં. વહેલી સવારથી ભક્તો દર્શન માટે પહોંચી રહ્યા હતાં. મહત્વનું છે કે મુંબઈ, પુનાથી હરિભક્તો દર્શન માટે પહોંચ્યા છે. સોખડાના સ્વામી હરિપ્રસાદના અંતિમ દર્શન માટે આજે પણ ઘોડાપૂર જાેવા મળી રહ્યું છે મોટી સંખ્યામાં ભક્તો અંતિમ દર્શન માટે પહોંચી રહ્યા છે મહત્વનું છે ૧ ઓગસ્ટે હરિપ્રસાદ સ્વામીના થશે અંતિમ સંસ્કાર કરવામાં આવનાર છે.