સોજીત્રા ખાતે ગણતંત્ર અવસર નિમિત્તે બાળકોને શૈક્ષણીક કીટનું વિતરણ

સ્વ.ડો.એમ.કે.ચિટણીસ ચેરિટેબલ ટ્રસ્ટ અમદાવાદના મેનેજીગ ટ્રસ્ટી દિપક ચિટણીસના જણાવ્યા અનુસાર ૭૧મા ગણતંત્રના દેશના શુભ અવસર નિમિત્તે આજરોજ સોજીત્રા જી. આણંદ મુકામે પે સેન્ટર કુમાળ શાળા ખાતે સ્વ. ડો. એમ.કે.ચિટણીસ ચેરિટેબલ ટ્રસ્ટ, અમદાવાદના ઉપક્રમે ટ્રસ્ટના ટ્રસ્ટી ઓ હાજર રહેલ હતા અને શાળામાં અભ્યાસ કરતા ધોરણ-૧ થી ૮ ના બાળકોને નોટબુક ચોપડાનું વિતરણ કરવામાં આવેલ હતું.
તથા બાળકોને ચોકલેટ બીસકીટ નું વિતરણ કરી અવસરને આનંદમા પ્રજ્વલિત કરવામાં આવેલ હતો. આજના આ કાર્યક્રમ મા ટ્રસ્ટના સુરેશકુમાર, વિલાસકુમાર, રૂપેશકુમાર,જીતેનદ્ર કુમાર, નીતિનકુમાર મિસ્ત્રી, જનકકુમાર વગેરે હાજર રહેલ હતા અને પ્રસંગને શોભાયમાન બનાવેલ હતો. ગણતંત્રના આ અવસરે શાળાના ઉત્સાહી આચાર્ય શ્રી દેવજીભાઈ દ્વારા પ્રસંગને અનુરૂપ પ્રાસંગિક પ્રવચન તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરેલ હતું.