સોનગઢની પેપર મીલનાં કામદારોની દિવાળી ઝળહળીઃ 23% બોનસ
(પ્રતિનિધિ)વલસાડ : સેન્ટ્રલ પલ્પ મીલ એમ્પલોઈઝ યુનિયન દ્વારા કામદાર નેતા આર.સી.પટેલે જે.કે.પેપર મીલનાં કામદારો માટે ૨૩ ટકા બોનસની લાણી કરાવી છે. પ્રત્યેક કામદારોને રૂપિયા ૧૯થી ૨૧ હજારનું જંગી બોનસ દિવાળી પહેલાં મળી જશે. આદિવાસી પરિવારોનાં ઘર દીવડાંઓથી ઝળહળી ઉઠશે. આ ઉપરાંત બોનસ સાથે પ્રત્યેક કામદારને આઠસોથી સાડા આઠસો દિવાળી ગીફ્ટ પેટે રોકડા ચુકવાશે. સમગ્ર આદિવાસી વિસ્તાર એવા સોનગઢ પંથકમાં ખુશીની લહેર ઉઠી છે.
ગુજરાતમાં સૌથી મોટી એવી પલ્પમાંથી પેપર બનાવતી જે.કે.પેપર મીલનાં કામદારો વતી સેન્ટ્રલ પલ્પ મીલ એમ્પલોઈઝ યુનિયન દ્વારા કામદાર નેતા આર.સી.પટેલે મીલનાં મેનેજમેન્ટ સાથે દિવાળી બોનસ વિષયે સતત મેજ મંત્રણાઓ યોદી ધારદાર દલીલો અને કંપનીનાં વેપારનાં નફા ખોટનાં સરવૈયાનાં તલસ્પર્શી અભ્યાસ સાથે સચોટ રજુઆતો કરતાં કંપની તમામ કામદારોને હિસાબી વર્ષ ૨૦૧૮-૧૯નાં વર્ષમાં પ્રતિ કામદારને ૨૩ ટકા બોનસ આપવા સંમત થઇ અને તે બાબતે સંસ્થા ખાતે સમાધાન ખતપત્રક સહીઓ થઈ ગઈ છે.
આ સેટલમેન્ટથી પ્રત્યેક કામદારને બોનસ પેટે રૂપિયા ઓળણીસ હજાર મળશે. આ ઉપરાંત પ્રત્યેક કામદારને આઠસોથી સાડા આઠસો રૂપિયા ગીફ્ટ પેટે ચુકવાશે.
સદર સમાધાન ઉપર સંસ્થાનાં એક્ઝીક્યુટીવ વાઈસ પ્રેસીડન્ટ (વર્કસ) નિતિન ખન્ના, ચીફ જનરલ મેનેજર બિયાની, સીનીયર જનરલ મેનેજર સુભાષ તિવારી, તથા યુનિયન તરફે કામદાર નેતા આર.સી.પટેલ, પ્રમુખ નગીન ગામીત, ભરત ગામીત, યોહાન ગામીત, રાજુ શિમ્પી, મુકેશ શહીદ, રમેશ ગામીત વગેરેઓએ સહીઓ કરી હતી.
સદર બોનસનું એક ઐતિહાસિક સેટલમેન્ટ આદિવાસી વિસ્તાર એવા સોનગઢમાં થતાં આદિવાસી પરિવારોનાં પરિવારમાં ખુશીની લહેર ઉઠવા પામી છે અને સમગ્ર સોનગઢ પંથક ખુશીથી ઝુમી ઉઠ્યું છે.*