Western Times News

Gujarati News

સોનગઢ નગરમાં યોજાયો સ્વચ્છતા દિવસ : શાળા મહાશાળાના વિદ્યાર્થીઓએ જગાવી લોકચેતના

વ્યારા:  પૂ.બાપુની ૧૫૦મી જન્મ જયંતિની દેશ આખામા થઈ રહેલી ઉજવણીના ભાગરૂપે, તાપી જિલ્લાના ઐતિહાસિક નગર સોનગઢ ખાતે પણ, હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી.

 જિલ્લા કલેકટર શ્રી આર.જે.હાલાણીના માર્ગદર્શન અનુસાર અહીં મામલતદાર શ્રી ડી.કે.વસાવા તથા તેમની ટીમેસમગ્ર તાલુકા પ્રશાસન, અને સ્થાનિક નગરપાલિકાના સહયોગથી અનેકવિધ કાર્યક્રમોના સથવારે સ્વચ્છતા દિવસની ઉજવણી કરી હતી.

  ઉજવણી કાર્યક્રમન ભાગરૂપે વહેલી સવારે શાળા/મહાશાળાના વિદ્યાર્થીઓની પ્રભાત ફેરી યોજાઈ હતી. જેને નગરમાં અનોખી લોકચેતના જગાવી હતી. આ રેલી ગાંધીજીની પ્રતિમા પાસે સભાના રૂપમાં ફેરવાઇ હતી. અહીં સ્વાતંત્ર્ય સેનાની શ્રી સન્મુખભાઈ ગોરધનભાઇ શાહ, તથા નગર પ્રમુખ શ્રીમતી વૈશાલીબેન ચૌધરી, અને સદસ્યો, તાલુકાના પદાધિકારીઓ, અધિકારીઓ વિગેરે ગાંધી વંદના સાથે, બાપુના સ્વચ્છતાના સ્વપ્નને મૂર્તિમંત કરવાના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના યજ્ઞકાર્યમાં સહયોગી થવાની હાંકલ કરી હતી.

  સ્વચ્છ અને સ્વસ્થ સમાજ નિર્માણ માટે પ્લાસ્ટિક મુક્ત સોનગઢના સામુહિક સંકલ્પ સાથે, ગાંધી વિચારને જીવનમાં આત્મસાત કરવાની પણ, મહાનુભાવોએ પ્રેરણા પુરી પાડી હતી.

  સોનગઢના આ કાર્યક્રમ દરમિયાન સામુહિક સ્વચ્છતા અભિયાન સહિત પ્લાસ્ટિક હટાવ ઝુંબેશ પણ હાથ ધરવામાં આવી હતી. જેમાં સ્થાનિક શાળા, કોલેજના પ્રિન્સીપાલો, વિદ્યાર્થીઓ સહિત, સમગ્ર તાલુકા વહીવટી તંત્ર, નગરપાલિકા વિગેરેના કર્મયોગીઓ, સેવાભાવી સંસ્થાઓ, અને પ્રજાજનો પણ જોડાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.