સોનપરા ગામે સરપંચે પોલીસના સહકારથી દારૂની બદી બંધ કરાવી
ડોળાસા, ગીરગઢડા તાલુકાના સોનપરા ગામે વર્ષોથી દારૂનું દૂષણ બેફામ રીતે ચાલી રહ્યું હતું પણ તાજેતરમાં નવી નિમણુંક પામેલા પી.આઈ. પી.એસ.આઈ. મોઢવાડિયા બીટ જમાદાર હિતેશભાઈ બારડ અને અન્ય પોલીસ સ્ટાફ વિક્રમભાઈ ઓડેદરા,
નાઝીરભાઈ વિગેરે સમક્ષ સોનપરાના સરપંચ ઉમેશભાઈ વાઢેલ અને સોનપરા ગ્રામ પંચાયતના સદસ્યો દ્વારા ગીરગઢડા પોલીસમાં સોનપરામાં ચાલતી દારૂની બદીને કાયમ માટે દૂર કરવા રજૂઆત કરવામાં આવી હતી
આ રજૂઆતના પગલે ગીર ગઢડા પોલીસ વિભાગ દ્વારા સોનપરા ગામના તમામ દારૂના હાટડા બંધ કરાવવા અસર કારક પગલાં લેતા તેનું પરિણામ આવ્યું હતું. આજે સોનપરા ગામે દારૂના તમામ હાટડા બંધ છે.
સોનપરા ગામના લોકો અને સરપંચ તેમજ ગ્રામ પંચાયતના તમામ સદસ્યોએ ગિર ગઢડા પોલીસનો આભાર માનતા જણાવે છે કે દારૂ બદીને કાયમી ધોરણે જાળવી રાખવા અનુરોધ કરાયો છે.