સોનમનો દિવાળી લૂક, મુલતાની માટીનું ટોપ અને ખાદીનો ચણિયો
ધરતી અને માટીને સાથે રાખીને અંદરના દેવ અને દેવીની ઉજવણી
રિયા કપૂરની પોસ્ટ મુજબ આ પ્રકારની ફેશનને અપનાવવા માટે સોનમના વખાણ થાય એટલા ઓછા
મુંબઈ,સોનમ કપૂર માટે ફેશન માત્ર કપડાં નથી, તે ફેશનને ઘણી ગંભીરતાથી લઇને તેના કપડાંમાં કોઈ પણ પ્રકારના પ્રયોગ કરતા અચકાતી નથી. સાથે જ તેના આ પ્રયોગો નિષ્ફળ જાય તેવું ભાગ્યે જ બને છે. તાજેતરમાં અબુ જાની- સંદીપ ખોસલા એક દિવાળી પાર્ટીમાં સોનમ ‘સીના’નામના એક ખાસ પ્રકારના ડ્રેસમાં જોવા મળી. તેની બહેન રિઆ કપૂર દ્વારા તેના આ ડ્રેસની તસવીરો ખાસ વિગતો સાથે સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. સોનમના આ ડ્રેસમાં સીના એટલે કે ધડ પર પહેરવાનું ખાસ બખ્તર પ્રકારનું એક આભૂષણ.
આ સીના તૈયાર કરવા માટે કર્ણાટકની લાલ મુલતાની માટીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સાથે તેણે આ ટોપ સાથે અબુજાની સંદીપ ખોસલાએ ડિઝાઇન કરેલો ટેરાકોટા ખાદીનો ચણિયો અને દુપટ્ટો પહેર્યાે હતો. રિયા કપૂરની પોસ્ટ મુજબ આ પ્રકારની ફેશનને અપનાવવા માટે સોનમના વખાણ થાય એટલા ઓછા. રિયાએ લખ્યું,‘સિના એ આભુષણ કે કપડાં તરીકે કેવા નવા પ્રકારના મટીરિયલનો ઉપયોગ થઈ શકે તેનું એક નવું સ્વરુપ છે. બેંગ્લોરના એક સ્થાનિક સ્ટુડિયો દ્વારા આ આ પીસ બનાવવામાં આવ્યો છે.
જે કોઠી બનાવવાની પ્રથાને પુનર્જિવીત કરે છે સાથે ધરતી સાથે જોડાયેલા તત્વજ્ઞાન અને પ્રથાને પણ દર્શાવે છે.’સોનમે આ તસવીરો શેર કરતાં લખ્યું હતું, ‘આ કપડાં ભૂમિ-જમીન જ્યાંથી આપણે આવીએ છીએ, આપણી અંદરની શક્તિ જે આપણને ગૌરવ અપાવે છે, તેની સાથેના સંબંધની ઉજવણી છે. આ માત્ર કપડાંથી કશુંક વિશેષ છે. આ ક્રાંતિનું પ્રતિક છે અને આપણી અંદરના દેવ અને દેવીની ઉજવણી છે. આ કાવ્યાત્મક આભુષણ પહેરીને હું ગૌરવ અને ધન્યતા સાથે દિવાળીની પરંપરા સાથે અનોખું જોડાણ અનુભવું છું.’ss1