સોનમે ગ્લેમરસ લૂક સાથે જીમમાંથી ફોટો શેર કર્યો
મુંબઈ, બોલિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂર સોશિયલ મીડિયામાં સતત અલગ-અલગ ફોટોગ્રાફ્સ અને વિડીયો શેર કરતી રહે છે. ત્યારે હાલમાં જ સોનમ કપૂરનો વર્કઆઉટનો ફોટો સામે આવ્યો છે કે જેમાં તે જીમમાં હોય તેવું જાેવા મળી રહ્યું છે. સોનમ કપૂરની આ સેલ્ફી જીમમાં લીધી હોય તેવું આ ફોટોમાં જાેવા મળી રહ્યું છે. જેમાં સોનમ કપૂરે ગ્રે કલરનો એથલીટવાળો ડ્રેસ પહેર્યો છે અને મિરરની સામે પોઝ આપી રહી છે. ત્યારે હવે સોનમ કપૂરનો સોશિયલ મીડિયામાં સેલ્ફીવાળો આ ફોટો સામે આવ્યો છે તેમાં યૂઝર્સ વિવિધ પ્રતિક્રિયા આપી રહ્યા છે.
ત્યારે કેટલાંક યૂઝર્સ તો સોનમ કપૂરને ટ્રોલ પણ કરી રહ્યા છે. અહીં નોંધનીય છે કે સોનમ કપૂરની બહેન રિયાએ તેના બોયફ્રેન્ડ કરણ બલૂની સાથે ૧૪ ઓગસ્ટે સાંજે લગ્ન કર્યા છે. અનિલ કપૂરના જૂહુ સ્થિત બંગલે રિયા અને કરણના લગ્ન થયા હતા. લગ્નમાં માત્ર નજીકના પરિવારજનો અને મિત્રો સામેલ થયા હતા. સોનમ કપૂર પણ પોતાના પતિ આનંદ આહુજા સાથે બહેનના લગ્નમાં સામેલ થવા માટે લંડનથી મુંબઈ આવી હતી. સોનમ કપૂરની બહેન રિયા અને કરણની પહેલી મુલાકાત સોનમ કપૂરની ફિલ્મ ‘આયશા’ના સેટ પર થઈ હતી.
આ ફિલ્મની પ્રોડ્યુસર રિયા કપૂર હતી અને કરણ તેમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર હતો. ૨૦૦૯ની સાલથી જ કરણ અને રિયા સાથે છે. ગત વર્ષે સપ્ટેમ્બરમાં રિયાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ઋષિકેશની બે તસવીરો શેર કરી હતી. જ્યાં ફિલ્મ ‘આયશા’નું શૂટિંગ થયું હતું. રિયાએ આ પોસ્ટમાં જણાવ્યું હતું કે, કરણ બૂલાની સાથે તેની લવસ્ટોરી અહીં જ શરૂ થઈ હતી. રિયાએ જણાવ્યું હતું કે, કરણ સાથે પ્રેમ થયો ત્યારે તેની ઉંમર ૨૧ વર્ષ હતી. કપૂર પરિવાર હાલ સેલિબ્રેશનના મૂડમાં ચાલી રહ્યો છે. પરિવારમાં એક પછી એક પ્રસંગો આવી રહ્યા છે.
પહેલા અનિલ કપૂરની દીકરી રિયા કપૂર અને કરણ બૂલાનીના લગ્ન થયા. ત્યારબાદ અનિલ કપૂરના ઘરે જ તેમનું વેડિંગ રિસેપ્શન યોજાયું હતું. ત્યારે પરિવારમાં સીમંતનો પ્રસંગ આવ્યો હતો. અનિલ કપૂરની બહેન રીના કપૂરના દીકરા અને એક્ટર મોહિત મારવાહની પત્ની અંતરા મારવાહનું સીમંત યોજાયું હતું. જેમાં સોનમ કપૂર, અંશુલા કપૂર, અર્જુન કપૂર, ખુશી કપૂર, શનાયા કપૂર, રિયા કપૂર, મહીપ કપૂર સામેલ થયા હતા.SSS