સોનમે બેબી બંપ સાથે દેખાડી પોતાની પ્લસ સાઈઝ

મુંબઇ, Bollywood Actress Sonam Kapoor હાલ પ્રેગનેન્ટ છે. આ ફેઝને તે ખુબ જ સારી રીતે એન્જાેય કરી રહી છે. તે અનેકવાર સોશિયલ મીડિયા પર પોતાના ગ્લેમરસ અંદાજમાં ફોટો શેર કરે છે. ત્યારે ફરી એકવાર સોનમ કપૂરે લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે જેના શાનદાર ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. સોનમ કપૂર પ્રેગનેન્સીમાં અનેકવાર પોતાના બેબી બંપ સાથેના ફોટા શેર કરતી રહે છે.
ત્યારે હાલ સોનમ કપૂરે ફરી એકવાર હદથી વધુ સિઝલિંગ ફોટા પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કર્યા છે. હાલ સોશિયલ મીડિયા પર શેર કરેલા ફોટામાં સોનમ કપૂર બ્લેક ટ્રાન્સપરેન્ટ ડ્રેસમાં બેબી બંપ ફ્લોન્ટ કરતી જાેવા મળી રહી છે. એક્ટ્રેસે પ્રેગનેન્ટ પ્લસ સાઈઝની બોડીની સાથે સાથે પોતાના પ્રેગનેન્સી ગ્લોને પણ ફ્લોન્ટ કર્યું. સોનમ કપૂરના આવનારા બેબીની સૌ કોઈ આતુરતાથી રાહ જાેઈ રહ્યુ છે.
ફેમિલી સહિત ફેન્સને પણ આવનાર બાળકની રાહ છે. સોનમ કપૂરે લગ્નના બે વર્ષ બાદ ફેમિલી પ્લાનિંગ કર્યું છે. હાલમાં જ તેણે એક ઈન્ટરવ્યૂ દરમિયાન કહ્યું કે, તે યોગ્ય સમયની રાહ જાેઈ રહી હતી. પોતાના પ્રેગનેન્સી દરમિયાનના અનુભવને શેર કરતા સોનમ કપૂરે કહ્યું કે, તેના માટે શરૂઆતના ૩ મહિના ખુબ જ મુશ્કેલીભર્યા રહ્યા હતા.SSS