સોનમે વ્હાઈટ આઉટફિટમાં ફ્લોન્ટ કર્યો બેબી બમ્પ

મુંબઇ, બોલિવૂડ અભિનેત્રી સોનમ કપૂર પ્રેગ્નેન્ટ છે. થોડા દિવસો પહેલા તેણે સોશિયલ મીડિયા પર આ અંગે અનાઉન્સમેન્ટ કરી હતી કે તે માતા બનવા જઈ રહી છે. તેણે પોતાની અને પતિ આનંદ આહુજાની એક તસવીર શેર કરી અને જણાવ્યું હતું કે તે પ્રેગ્નેન્ટ છે. આ બાદ તે આનંદ આહુજાના સ્ટોર લોન્ચ પર જાેવા મળી હતી. આ દરમિયાન તેની તસવીરો ખૂબ વાયરલ થઈ હતી.
હવે સોનમ કપૂરે તેની કેટલીક નવી તસવીરો શેર કરી છે, જેમાં તે તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જાેવા મળી રહી છે. આ તસવીરોમાં સોનમે વ્હાઈટ કલરનો ટ્રેડિશનલ આઉટફિટ પહેર્યો છે. સોનમ કપૂરે તેના ફ્રેન્ડ અને ફેશન ડિઝાઈનર અબુ જાનીના જન્મદિવસ પર આ લૂક કેરી કર્યો હતો. સોનમ કપૂરે સફેદ આઉટફિટ સાથે ટ્રેડિશનલ લૂકના નેકલેસ અને કંગન પહેર્યા છે.
આ સાથે જ તેણે ખુલ્લા વાળ સાથે પોતાનો લૂક કમ્પ્લીટ કર્યો છે. આ તસવીરોમાં સોનમ કપૂર ગોડેસ અવતારમાં જાેવા મળી રહી છે. સોનમ કપૂરે આ દરમ્યાન જણાવ્યું હતું કે તેની સ્ટાઈલિંગ તેની બહેન રિયા કપૂર દ્વારા કરવામાં આવી છે.
આ પહેલા પણ રિયા કપૂરે નેક ઈવેન્ટ્સ માટે સોનમનો લૂક સિલેક્ટ કરી તેને લાઈમ લાઈટ અપાવી છે. સોનમ કપૂરની આ તસવીરો ઈન્સ્ટાગ્રામ યૂઝર્સ દ્વારા ઘણી પસંદ કરવામાં આવી રહી છે. આ તસવીરોમાં સોનમ કપૂર બેબી બમ્પ ફ્લોન્ટ કરતી જાેવા મળી રહી છે. યૂઝર્સ તેમની તસવીરો પર ક્યૂટ, હાર્ટ ઇમોજી, બ્યુટીફુલ જેવી કોમેન્ટ કરી રહ્યાં છે. સોનમ કપૂર તેની ફેશન સેન્સ માટે જાણીતી છે.
તેની આઉટફીટ ચોઈસ અન્ય એક્ટ્રેસ કરતા ઘણી જ અલગ છે. તેની હટકે ચોઈસના કારણે તે અવારનવાર રોયલ અને ટ્રેડિશનલ લૂકમાં જાેવા મળે છે.
હાલમાં જ તેના પતિ આનંદ આહુજાના સ્ટોર લોન્ચ પ્રસંગે સોનમ કપૂર આ લૂકમાં નજરે પડી હતી. સોનમ કપૂરે બિકીનીમાં તસવીર શેર કરીને પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. તેમના પિતા અને દિગ્ગજ અભિનેતા અનિલ કપૂર સહિત સમગ્ર કપૂર પરિવાર આ ગુડ ન્યૂઝથી ખૂબ જ ખુશ છે.SSS