સોનમે સૌથી પહેલા મમ્મીને પ્રેગ્નેન્સીની જાણ કરી હતી

મુંબઈ, બોલિવુડ એક્ટ્રેસ સોનમ કપૂર અને બિઝનેસમેન-પતિ આનંદ આહુજા પેરેન્ટહૂડ માટે તૈયાર છે. સોનમ હાલ પતિ આનંદ સાથે લંડનમાં છે અને તેની ડિલિવરી પણ ત્યાં જ થશે તેમ કહેવામાં આવી રહ્યું છે. એક્ટ્રેસે તેના જીવનના સૌથી ખાસ તબક્કાનો મોટાભાગનો સમય પતિ સાથે પસાર કર્યો છે.
માર્ચ મહિનાના મધ્યમાં કપલે મેટરનિટી ફોટોશૂટની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કરીને ફેન્સને ગુડન્યૂઝ આપ્યા હતા. ફેન્સને જણાવતાં પહેલા તેણે આ વાત પરિવારમાં સૌથી પહેલા કોને અને કેવી રીતે કહી હશે તે સવાલ ફેન્સના મનમાં થઈ રહ્યા છે.
સોનમ કપૂરના પિતા અને એક્ટર અનિલ કપૂરે આ સવાલનો જવાબ આપ્યો હતો. ફિલ્મ ‘જુગ જુગ જિયો’ના પ્રમોશન દરમિયાન અનિલ કપૂરે તેઓ અને સુનિતા કપૂર નાના-નાની બનવાના હોવાની ખબર કેવી રીતે મળી હતી, તેવો સવાલ કરવામાં આવ્યો હતો. એક્ટરે કહ્યું હતું કે, સોનમે મમ્મી સુનિતાને ફોન કર્યો હતો અને ખુશખબરી આપી હતી. ‘હું ત્યાં જ બેઠો હતો. મેં પણ સોનમ સાથે વાત કરી હતી.
મને ખુશી થઈ હતી. મારી આંખમાં આંસુ આવી ગયા હતા’, તેમ તેમણે ઉમેર્યું હતું. ‘જુગ જુગ જિયો’ ૨૪ જૂને થિયેટરમાં રિલીઝ થઈ હતી. કરણ જાેહરે તેને પ્રોડ્યૂસ જ્યારે રાજ મહેતાએ ડિરેક્ટ કરી હતી. સોશિયલ મીડિયા પર ખબર આપતાં સોનમ કપૂરે લખ્યું હતું ‘ચાર હાથ.
જેના દ્વારા અમે તને શ્રેષ્ઠ ઉછેર આપવાની કોશિશ કરીશું. બે હૃદય. જે દરેક પગલે તારા ધબકારા સાથે એકરાગ થઈને ધબકશે. એક પરિવાર જે તને અપાર પ્રેમ અને સહકાર આપશે. તારા આગમનની રાહ નથી જાેઈ શકતાં. સોનમ કપૂરના બાળકનો જન્મ ઓગસ્ટ, ૨૦૨૨માં થવાનો છે.
છેલ્લા થોડા ટાઈમથી સોનમ જાહેરમાં ખાસ જાેવા નહોતી મળતી અને આ જ તેનું કારણ હતું. ‘ઘણાં મિત્રો અને સંબંધીઓને આ વાતનો અંદાજાે હતો પરંતુ સોનમ મગનું નામ મરી પાડવા તૈયાર નહોતી’ તેમ સૂત્રોએ ઉમેર્યું હતું.SS1MS