સોનમ અને આનંદે વેડિંગ એનિવર્સરી પર એકબીજા માટે લખી રોમેન્ટિક નોટ

શેર કરી લગ્નની ખાસ તસવીરો
સોનમે વિવિધ તસવીરો શેર કરતાં લખ્યું, હેપી એનિવર્સરી આનંદ આહુજા, હું હંમેશાથી પાગલની જેમ પ્રેમમાં વિશ્વાસ ધરાવું છું
મુંબઈ, બોલિવુડ એક્ટ્રેસ અને અનિલ કપૂરની દીકરી સોનમ કપૂરે બિઝનેસમેન આનંદ આહુજા સાથે ૮ મે ૨૦૧૮ના રોજ લગ્ન કર્યા હતા. આજે એટલે કે ૮ મે ૨૦૨૨ના રોજ સોનમ અને આનંદના લગ્નને ચાર વર્ષ થયા છે. વેડિંગ એનિવર્સરી પર કપલે એકબીજા માટે રોમેન્ટિક નોટ લખી છે. સાથે જ ખાસ તસવીરો શેર કરી છે જેમાં તેઓ એકબીજાને ડેટ કરતાં હતા ત્યારની લગ્નની તેમજ તે પછીની અગાઉની ના જાેયેલી તસવીરો છે. સોનમ કપૂરે વિવિધ તસવીરો શેર કરતાં લખ્યું, “હેપી એનિવર્સરી આનંદ આહુજા.
હું હંમેશાથી પાગલની જેમ પ્રેમમાં વિશ્વાસ ધરાવું છું અને અત્યાર સુધી લખાયેલી તમામ પ્રેમકહાણીઓને માનું છું. મેં જે સપનાં જાેયા હતા અને અપેક્ષા રાખી હતી તેના કરતાં પણ વધુ તેં મને આપ્યું છે. હું તારા જેવો શ્રેષ્ઠ પુરુષ મને આપવા બદલ બ્રહ્માંડનો રોજ આભાર માનું છું. તને સૌથી વધુ પ્રેમ કરું છું મારા બેબી. ૬ વર્ષ પૂરા થયાં અને અનંતકાળ સુધીનો સંગાથ બાકી છે.” આનંદ આહુજાએ મહેંદી અને લગ્ન સહિતના પ્રસંગોની તસવીરો ઉપરાંત ડેટિંગ સમયના ફોટોઝ શેર કરતાં લખ્યું, “દુનિયામાં સૌથી વધુ આપનારી, નિઃસ્વાર્થ, ઉદાર વ્યક્તિ. તારા દિલમાં દયા અને પૂર્ણતા છે.
સોનમ તું મને રોજેરોજ પ્રેરણા આપે છે. હેપી એનિવર્સરી.” સોનમે આ પોસ્ટ પર કોમેન્ટ કરતાં લખ્યું, “હંમેશા અને કાયમ અને દરેક જીવનકાળમાં. મારા સોલમેટ.” સોનમ કપૂરનો એક વિડીયો પણ આનંદે શેર કરતાં લખ્યું, “૬ વર્ષ ગર્લફ્રેન્ડ, ચાર વર્ષ પત્ની અને આ વર્ષે મમ્મી બનશે. હેપી એનિવર્સરી.” સોનમ કપૂરની મમ્મી સુનિતા કપૂરે પણ કપલની મહેંદી સેરેમનની અનસીન તસવીર શેર કરતાં તેમને એનિવર્સરીની શુભકામના પાઠવી છે.
સુનિતાએ લખ્યું, “આનંદ અને સોનમ, હેપી એનિવર્સરી. આશા છે કે તમે આમ જ હંમેશા એકબીજા સામે પ્રેમથી જાેતાં રહેશો.” સોનમ કપૂર અને આનંદ આહુજા આ વર્ષે ઓગસ્ટ મહિનામાં પેરેન્ટ્સ બનવાના છે. કપલના પહેલા સંતાનનો જન્મ થવાનો છે. સોનમે પ્રેગ્નેન્સીની જાહેરાત માર્ચ મહિનામાં કરી હતી.SSS