સોનમ કપુર મોટી ભૂમિકાઓ ધરાવતી ફિલ્મો કરવા ઇચ્છુક
મુંબઈ, બોલીવુડ અભિનેત્રી સોનમ કપૂર લગ્ન બાદ પણ સારી ફિલ્મો મેળવી રહી છે. સોનમ કપુરે હવે કોરિયન ફિલ્મ બ્લાઇન્ડની હિન્દી રીમેક પિલ્મ સાઇન કરી છે. સુજાય ઘોષ આ પિલ્મ બનાવનાર છે. સોનમ કપુરે એક વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, એક અદાકારની દ્રષ્ટિએ દરેક સ્ક્રીપ્ટમાં પોતાની મજબૂત ભૂમિકા શોધવી ખુબ જ મુશ્કેલ કામ હોય છે. એવી જ રીતે મુશ્કેલ હોય છે કે કોઇપણ મોટી ફિલ્મમાં એક નાની ભૂમિકા માટે ન કહી શકાય. કારણ કે જ્યારે તે ફિલ્મ સફળ થાય છે ત્યારે તેનો અફસોસ થાય છે. કેટલીક વાર મોટી ફિલ્મોમાં ભજવવામાં આવેલી નાની-નાની ભૂમિકાઓના કારણે આગામી દિવસોમાં કામ મળી રહે છે.
સિનેમાં અને સામાજિક જવાબદારી અંગે જણાવ્યું હતું કે, સિનેમાની દૂરગામી અસર થાય છે, જેથી કલાકારોએ તેમની જવાબદારી સમજવી જાઇએ. સિનેમાની માનસિકતા પર ખુબ મોટી અસર થાય છે જેથી આપણએ તેમને જવાબદાર ગણી છીએ. સોનમ કપૂરે જણાવ્યું હતું કે, મને નથી લાગતું કે એક ફિલ્મમાં કોઇપણ ભૂમિકાની લંબાઈ મહત્વ રાખે છે. તેમા એ મહત્વ રાખે છે તે કેટલી સશક્ત ભૂમિકા છે. તે ભૂમિકાની ફિલ્મની પટકથા ઉપર શું અસર થઇ શકે છે.
સોનમ કપૂરે જણાવ્યું હતું કે, સૌથી મુશ્કેલ હોય છે કોઇપણ મોટી ફિલ્મને ના કહેવું. ક્યારે મને એવું લાગે છે કે, જા મે તે ફિલ્મ કરી હોત તો આજ તે ફિલ્મ હિટ થઇ હોત અને તે ફિલ્મના કારણે મને અનેક ફિલ્મો મળી હોત પરંતુ મારી તમામ ફિલ્મો વ્યવસાયની દ્રષ્ટિએ સફળ રહી છે. લગ્ન કરી લીધા બાદ સોનમ કપુર હજુ પણ બોલિવુડની ફિલ્મોમાં કામ કરી રહી છે. તેની પાસે નવી નવી ઓફર આવી રહી છે.