સોનમ કપૂરે પહેર્યા અત્યાર સુધીના સૌથી બોલ્ડ આઉટફિટ

મુંબઈ, બોલીવૂડની જાણીતી અભિનેત્રી અને અનિલ કપૂરની લાડલી સોનમ કપૂર આજે પોતાનો ૩૬મો જન્મદિવસ ઉજવી રહી છે. સોનમનો આ જન્મદિવસ ખૂબ જ ખાસ છે.
કારણ કે અભિનેત્રી જલ્દી જ માતા બનવા જઈ રહી છે. તે ઓગસ્ટ મહિનામાં પોતાના બાળકને જન્મ આપશે. સોનમ અને આનંદનું આ પહેલું બાળક હશે. સોનમે માર્ચ મહિનામાં બેબી બમ્પ ફ્લોન્ટ કરતા તેના ફેન્સ સાથે પોતે ગર્ભવતી હોવાના ગુડ ન્યુઝ શેર કર્યા હતા, જેના પછી તેને વિશ્વભરમાંથી શુભેચ્છાઓ મળવા લાગી હતી.
આ દરમિયાન સોનમ એ બ્લેક કલરની મોનોકિની પહેરી હતી, જે તેની ફેશનિસ્ટા વાળી ઈમેજને હાઈલાઈટ કરતી હતી. હવે જ્યારે અભિનેત્રી તેની ગર્ભાવસ્થાના સાતમા મહિનામાં છે અને ભારે ગર્ભવતી છે, તો તેણે એક કિલર ફોટોશૂટ કરાવ્યું છે, જેમાં તેણે એવા કપડાં પહેર્યા છે જે ફેશનેબલ હોવાની સાથે-સાથેલ ઘણા બોલ્ડ પણ છે. એટલું જ નહીં, આ કપડાઓમાં ગ્લેમરનું એલિમેન્ટ એટલું ભરેલું હતું કે, તેને જાેઈને તમને હોલીવુડની જાણીતી સિંગર રિહાના યાદ આવી જશે.
View this post on Instagram
પ્રેગ્નન્ટ સોનમે ફેશન ડિઝાઈનર અબુ જાની સંદીપ ખોસલાના કલેક્શનમાંથી પ્રી-સ્ટીચ કરેલ સ્કર્ટ સ્ટાઈલના આઉટફિટ પસંદ કર્યા, જે સંપૂર્ણ રીતે સાટિન જેવા સ્મૂધ ફેબ્રિકમાંથી બનાવવામાં આવ્યો હતો. તે એક પ્રકારનો ફ્લેયર્ડ આઉટફિટ હતો, જે અભિનેત્રીની આખી બોડીની સુંદરતા બતાવવા માટે પરફેક્ટ સાબિત થયો હતો.
આ ટૂ પીસ સેટમાં ક્રોપ ટોપ હતું, જેની સાથે સ્લીક પેટર્ન વાળો સ્કર્ટ મેચ કર્યો હતો. આ આઉટફિટને મોતીથી સજ્જ કરવામાં આવ્યો હતો, જેમાં બ્લિંગ ઇફેક્ટ ક્રિએટ કરવાનું કામ સીક્વન્સ વર્ક કરી રહ્યું હતું.
જાે કે, ભારતના જાણીતા ફેશન ડિઝાઈનર અબુ જાની સંદીપ ખોસલાએ સોનમ કપૂરના જન્મદિવસ પહેલા તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક તસવીર શેર કરી છે, જેમાં તે સંપૂર્ણ રીતે પારંપરિક વસ્ત્રોમાં સજ્જ જાેવા મળી છે. અભિનેત્રીના આ લૂકને તેની નાની બહેન રિયા કપૂરે સ્ટાઈલ કર્યો હતો, જે પહેલા પણ તેના માટે જાેરદાર મેટરનિટી લૂક્સ સ્ટાઈલ કરી ચૂકી છે.
સોનમનો આઉટફિટ બોલ્ડ-સુંદર તેમજ એકદમ રોયલ લાગતો હતો, પરંતુ તેમાં સૌથી વધુ ગ્લેમર એડ કરવાવાળો ભાગ તેનો અપર એરિયા હતો. આ સ્કર્ટ સાથે સોનમે બસ્ટ એરિયાને કવર કરતું બ્લાઉઝ પહેર્યું હતું, જે કટઆઉટ શોલ્ડર્સ સાથે હાઇ નેકલાઇન સાથે જાેડાયેલું હતું.
આટલું જ નહીં, સોનમે તેની પર મેચિંગ પલ્લું પણ કૅરી કર્યું હતું, જેને ફ્રન્ટ એન્ડ બેકથી લાવીને ખુલ્લો ફસ-ફ્રી સ્ટાઈલમાં રાખવામાં આવ્યો હતો. આખા આઉટફિટમાં એવી ડીટેલ હતી કે જે રિવલિંગ હોવા છતાં પણ તે ઢીલું લાગતું ન હતું. પોતાના આ લૂકને કમ્પલિટ કરવા માટે સોનમે મોતીથી બનેલી સ્ટડિડ જ્વેલરી પહેરી હતી, જે લોકોનું ધ્યાન ભટકાવવા માટેની એક સારી રીત હતી.
સાથે તેણે તેના વાળને સ્લીક બનમાં સ્ટાઇલ કર્યા હતા, સાથે નેચરલ ટોન મેકઅપ તેને સ્ટાઇલિશ અને સુંદર બતાવી રહ્યો હતો. જાે કે, સોનમે તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી વખતે જે રીતે તેના એક્સપ્રેશન કૅરી કર્યા હતા, તે દર્શાવે છે કે તે તેના બાળકની કેટલી આતુરતાથી રાહ જાેઈ રહી છે.SS1MS