સોનમ પતિ સાથે લંડનની ગલીઓમાં ફરતી જોવા મળી

મુંબઈ, ઈટાલીમાં બેબીમૂન પૂરું કરીને સોનમ કપૂર અને આનંદ આહુજા લંડન પાછા આવી ગયા છે. સોનમ કપૂરે લંડનથી હાલમાં જ પોતાનો એક વિડીયો શેર કર્યો છે. જેમાં તે વ્હાઈટ રંગના શર્ટમાં જાેવા મળી રહી છે. નવા વિડીયોમાં સોનમ અને આનંદ લંડનની ગલીઓમાં ફરતા દેખાઈ રહ્યા છે.
વિડીયો શેર કરતાં સોનમે જણાવ્યું છે કે, તેનો ૩૭મો બર્થ ડે આવે તે પહેલા જ તેઓ ઘરે પાછા આવી ગયા છે. વિડીયોમાં સોનમ કપૂરે બ્લેક રંગની સ્પોર્ટ્સ બ્રા, વ્હાઈટ શર્ટ અને લેંગીન્સ પહેર્યું છે. જ્યારે આનંદ ગ્રીન રંગના ટી-શર્ટમાં જાેવા મળી રહ્યો છે. વિડીયોમાં સોનમ પહેલા પોતાનો બેબી બંપ બતાવે છે. બાદમાં તે અને આનંદ લંડનની ગલીઓમાં ચાલતા જાેવા મળે છે. સોનમ આ દરમિયાન પતિને કિસ કરે છે.
ત્યારે આનંદ પણ તેને કિસ કરે છે. સોનમે આ વિડીયો શેર કરતાં લખ્યું, “ઘરે આવી ગયા છીએ…બર્થ ડે વીક શરૂ થયું છે.” જણાવી દઈએ કે, ૯ જૂને સોનમ કપૂરનો જન્મદિવસ છે. સોનમનો આ વિડીયો જાેઈને ફેન્સ ઉત્સાહમાં આવી ગયા છે. એક ફેને લખ્યું, “તું ગ્લો કરી રહી છે.
View this post on Instagram
સુંદર મમ્મી.” એક યૂઝરે લખ્યું, ‘મને પ્રેગ્નેન્ટ સોનમ ખૂબ ગમે છે. એકદમ ક્યૂટ છે.’ એક યૂઝરે તો સોનમની સરખામણી તેની બહેન રિયા કપૂર સાથે કરી દીધી. તેણે લખ્યું, ‘આ વિડીયોમાં તું રિયા જેવી લાગી રહી છે.’ ઉલ્લેખનીય છે કે, સોનમ કપૂર સોશિયલ મીડિયા પર ખાસ્સી એક્ટિવ રહે છે.
પતિ આનંદ આહુજા સાથેની પ્રેગ્નેન્સી દરમિયાનની કેટલીય પોસ્ટ તેના અકાઉન્ટ પર જાેવા મળશે. તાજેતરમાં જ સોનમ અને આનંદ બેબીમૂન માટે ઈટાલી ગયા હતા. જેની તસવીરો અને વિડીયો કપલે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કર્યા હતા.
સોનમ અને આનંદે માર્ચ ૨૦૨૨માં પ્રેગ્નેન્સીની જાહેરાત કરી હતી. સોનમ અને આનંદનું આ પહેલું સંતાન છે. કપલના બાળકનો જન્મ ઓગસ્ટ મહિનામાં થવાનો છે. સોનમ કપૂરે ૮ મે ૨૦૧૮ના રોજ બિઝનેસમેન આનંદ આહુજા સાથે લગ્ન કર્યા હતા.SS1MS