સોનમ પ્રેગ્નેન્સીની જાહેરાત બાદ પહેલીવાર જાહેરમાં દેખાઈ

મુંબઇ, બોલિવુડ એક્ટ્રેસ સોનમ કપૂરે ત્રણ દિવસ પહેલા જ પ્રેગ્નેન્સીની જાહેરાત કરી હતી. સોનમ કપૂર અને પતિ આનંદ આહુજાનું પહેલું સંતાન ઓગસ્ટ ૨૦૨૨માં જન્મ લેવાનું છે. પ્રેગ્નેન્સીની જાહેરાત બાદ સોનમ કપૂર પહેલીવાર પતિ સાથે જાહેરમાં જાેવા મળી છે.
બુધવારે સાંજે સોનમ કપૂર મુંબઈમાં એક ઈવેન્ટમાં જાેવા મળી હતી. બ્લૂ રંગના પેન્ટસૂટ અને વ્હાઈટ ટી-શર્ટમાં સોનમ કપૂર હંમેશાની જેમ સ્ટાઈલિશ લાગતી હતી.
જાેકે, સોનમના લૂક કરતાં વધારે ધ્યાન તેના બેબી બંપે ખેંચ્યું હતું. સોનમ કપૂર ઈવેન્ટમાં પોતાના પતિ આનંદ આહુજા, પિતા અનિલ કપૂર અને પરિવારના અન્ય સભ્યો સાથે પહોંચી હતી. હકીકતે મુંબઈમાં સોનમ કપૂરના પતિ આનંદ આહુજાનો સ્ટોર લોન્ચ કરવામાં આવ્યો છે.
જેમાં આખો પરિવાર હાજર રહ્યો હતો. સોનમ કપૂરે સ્ટોર લોન્ચ ઈવેન્ટમાં પતિ અને પિતા સાથે પોઝ આપ્યો હતો. ઈવેન્ટમાં સોનમ કપૂરનો પતિ આનંદ તેનું ખાસ ધ્યાન રાખતો અને તેના પર પ્રેમ વરસાવતો જાેવા મળ્યો હતો. આનંદ આહુજાની સ્ટોર લોન્ચ ઈવેન્ટમાં સોનમ કપૂરનો ભાઈ હર્ષવર્ધન કપૂર અને આનંદ આહુજાનો ભાઈ પણ હાજર રહ્યા હતા.
આ સિવાય સોનમ કપૂરનો કાકાનો દીકરો અર્જુન કપૂર અને બહેન અંશુલા કપૂર તેમજ સંજય કપૂરનો દીકરો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સિવાય હુમા કુરેશી, ઝહીર ઈકબાલ, પત્રલેખા, સાકીબ સલીમ, સંયાની ગુપ્તા, પત્રલેખા વગેરે જેવા સેલેબ્સ પણ હાજર રહ્યા હતા.
સોનમ કપૂરે ઈવેન્ટ પહેલા પતિ સાથેની સુંદર તસવીરો પણ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. બ્લૂ રંગના પેન્ટસૂટ, સ્નીકર્સ, નેકલેસ અને સ્ટડ ઈયરિંગ્સમાં મોમ-ટુ-બી ખૂબસૂરત લાગતી હતી.
સોનમનો લૂક તેની બહેન રિયા કપૂરે તૈયાર કર્યો હતો. જ્યારે એક્ટ્રેસનો પતિ આનંદ વ્હાઈટ શર્ટની અંદર ટી-શર્ટ અને પેન્ટ્સમાં હેન્ડસમ લાગતો હતો. સોનમે આ ફોટોઝ શેર કરતાં લખ્યું, “સૌથી ક્યૂટ ડેટ સાથેના નવા સ્ટોરના ઉદ્ઘાટન માટે તૈયાર છું.
ઉલ્લેખનીય છે કે, ૨૧ માર્ચે સોનમ કપૂરે બેબી બંપ ફ્લોન્ટ કરતી તસવીરો શેર કરતાં પ્રેગ્નેન્સીની જાહેરાત કરી હતી. અનિલ કપૂરે પણ દીકરી અને જમાઈને અભિનંદ પાઠવ્યા હતા અને નાનાની ભૂમિકા ભજવવા માટે ઉત્સાહિત હોવાનું કહ્યું હતું. સોનમ કપૂર અને આનંદ આહુજાએ ત્રણ વર્ષ ડેટિંગ કર્યા બાદ ૨૦૧૮માં લગ્ન કર્યા હતા. કપલે મુંબઈમાં જ લગ્ન કર્યા હતા.SSS