સોનાક્ષીને પણ સરોજ ખાન પાસેથી મળ્યા હતા શગુન તરીકે ૧૦૧ રૂપિયા
મુંબઈ: સોનાક્ષીએ એક વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. એ વિડિયોમાં તે તેની ‘રાઉડી રાઠોર્ડ ના ગીતના ડાન્સની રિહર્સલ કરી રહી છે સોનાક્ષી સિન્હાને પોતાનાં પર્ફોર્મન્સ માટે સરોજ ખાન પાસેથી ૧૦૧ રૂપિયા શગુન તરીકે મળ્યા હતા. સરોજ ખાનને જેમનો પણ ડાન્સ પસંદ આવતો તેમને તેઓ શગુન તરીકે પૈસા આપતા હતા. કલાકારો પણ તેમની પાસેથી શગુન મેળવવા માટે ઉત્સુક રહેતા હતા. શગુન મેળવીને તેઓ ધન્યતા અનુભવતા હતા. સોનાક્ષીએ એક વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો.
એ વિડિયોમાં તે તેની ‘રાઉડી રાઠોર્ડના ગીતના ડાન્સની રિહર્સલ કરી રહી છે. સરોજ ખાન પણ ત્યાં હાજર છે. તેમને ડાન્સ પસંદ પડતાં તેઓ સોનાક્ષીને ૧૦૧ રૂપિયા આપે છે. સોનાક્ષી તેમને પગે લાગે છે, સાથે જ તે ખૂબ જ ભાવુક પણ થઈ ઊઠે છે. આ વિડિયોને ઇન્સ્ટાગ્રામ પર શેર કરીને સોનાક્ષીએ કૅપ્શન આપી હતી કે ‘લવ યુ માસ્ટરજી.
એ વખતે હું ૨૩ વર્ષની હતી. આ મારી બીજી ફિલ્મ હતી. મેં એક ટાસ્કમાસ્ટર, પર્ફેક્શનિસ્ટ અને લેજન્ડ સાથે કામ કર્યું હતું. એ છેલ્લી વખત હતું જ્યારે હું કોઈની સાથે કામ કરતી વખતે નર્વસ થઈ હોય. તમે મને ૧૦૧ રૂપિયાની ખર્ચી આપીને મારી મમ્મીને શબ્દો કહ્યા હતા કે ‘એ લડકી મેરા નામ રોશન કરેર્ગી એનાથી મને પૂરતો આત્મવિશ્વાસ મળ્યો જેને હું આજીવન જાળવીને રાખીશ. આશા રાખું છું કે તમે જ્યાં પણ હો ત્યાં ખુશ હશો. સાથે જ હું પ્રયાસ કરીશ કે તમને ગર્વ થાય એવા કામ કરતી રહું.