સોનાક્ષી સિન્હાએ બાન્દ્રામાં ખરીદ્યો 4BHK એપાર્ટમેન્ટ
મુંબઈ, દરેકનું સપનું હોય છે કે, પોતાની કમાણીનું ઘર ખરીદે. તેથી આ વર્ષની શરૂઆતમાં કોઇ બોલિવૂડ સેલિબ્રિટી તેની મેહનતનાં દમ પર પોતાનું ઘર ખરીદ્યું છે. આ પિસ્ટમાં જાહ્નવી કપૂર, રિતિક રોશનથી લઇ આલિયા ભટ્ટનું નામ શામેલ છે. અને હવે આ લિસ્ટમાં સોનાક્ષી સિન્હા પણ શામેલ થઇ ગઇ છએ. તેણએ મુંબઇ નાં બાન્દ્રામાં 4BHK એપાર્ટમેન્ટ ખરીદ્યું છે. આ ઘર તેણે ખરીદવાનો ર્નિણય તો કર્યો છે પણ ત્યા શિફ્ટ થવાનો હાલમાં કોઇ જ પ્લાન નથી. સોનાક્ષી સિન્હા ઘણાં વર્ષોથી ઘર ખરીદવા ઇચ્છતી હતી.
એક ઇન્ટરવ્યૂંમાં તેણએ કહ્યું હતું કે, મે જ્યારથી કામ કરવાનું શરૂ કર્યું હતું. ત્યારે જ મારું સપનું હતું કે, ૩૦ વર્ષની થતા પહેલાં જ મારી મહેનતની કમાણીથી હું ઘર ખરીદું. જાેકે થોડા વર્ષો પહેલાં જ મે આ ડેડલાઇન પાર કરી લીધી હતી. પણ હવે જઇને મારુ સપનું પૂર્ણ થઇ ગયુ છે. ગત વર્ષે નવેમ્બર મહિનામાં સોનાક્ષીનાં પિતા શત્રુધ્ન સિન્હાનાં ઘર ‘રામાયણ’માં તેનાં માટે એક ફ્લોર રિનોવેટ કરાવ્યો હતો.
ઇન્ટીરિયર ડિઝાઇનર અને આર્ટ ડિરેક્ટર રુપિન સૂચકે આ ફ્લોર રિનોવેટ કરવા માટે એક્ટ્રેસની મદદ કરી હતી. સોનાક્ષીએ તેનાં નવાં ઘરમાં શિફ્ટ થવાની વાત પર કહ્યું હતું કે, મને ઘરમાં પરિવારની સાથે રહેવાની મઝા આવે છે. અને હાલ ફિલહાલ મારો અહીંથી શિફ્ટ થવાનો કોઇ પ્લાન નથી. મે આ ઘર મારુ સપનું પૂર્ણ કરવાં અને ઇન્વેસ્ટમેન્ટ માટે ખરીદ્યું છે. આપને જણાવી દઇએ કે, સોનાક્ષી હાલમાં મુંબઇમાં જુહૂમાં તેનાં ઘરવાળાની સાથે ‘રામાયણ’માં રહે છે. આ આલીશાન બંગલાની કિંમત કરોડોમાં છે. આ બંગ્લો શત્રુઘ્ન સિન્હા રેસિડેંશિયલ અને ઓફિસ બંને રીતે ઉપયોગમાં લેવાય છે. તેમણે આ ઘર ૪૯ વર્ષ પહેલાં ૧૯૭૨માં ખરીદ્યો હતો.
સોનાક્ષીનાં વર્કફ્રન્ટની વાત કરીએ તો, છેલ્લે તે ‘દબંગ ૩’માં નજર આવી હતી. સોશિયલ મીડિયા પર તેનાં માલદિવ્સ વેકેશનની તસવીરોને કારણે ચર્ચામાં હતી. સોનાક્ષીનાં વર્કફ્રન્ટની વાત કરીએ તો, છેલ્લે તે દબંગ ૩માં નજર આવી હતી. સોશિયલ મીડિયા પર તેનાં માલદિવ્સ વેકેશનની તસવીરોને કારણે ચર્ચામાં હતી.SSS