સોનાક્ષી સિન્હાએ બોયકટ હેયર સ્ટાઈલ કરાવી !
મુંબઈ: સોનાક્ષી સિન્હા હાલ કોરોના કાળના કારણે ઘરે જ હોય છે. જાેકે, તેણે ઘરે રહીને ટાઈમ પાસ કરવાનો નવો નુસખો અજમાવ્યો. તેણે પોતાના હેર સ્ટાઈલીસ્ટને બોલાવીને તેની પાસે બોયકટ વાળ કરાવ્યાં. જાેકે, સોનાક્ષીનો આ અવતાર જાેઈને તમે પણ ચોંકી જશો. તમે કહેશો કે આવી તો વળી કેવી વિચિત્ર હેયર સ્ટાઈલ છે. આ નવા લૂકમાં સોનાક્ષી એકદમ અલગ જ લાગે છે.
સોનાક્ષી સિન્હાનો આ નવો અંદાજ તેના ચાહકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે. આ તસવીરોમાં સોનાક્ષીની ડિફરંટ હેયર સ્ટાઈલ પણ જાેવા મળે છે. સોનાક્ષી સિન્હા તેના નવા લુકને કારણે ભારે ચર્ચામાં આવી ગઈ છે. જાેકે, સોનાક્ષીના આ બોયકટ લુકમાં પણ તેના વાળની લંબાઈ નાની નથી કરવામાં આવી.
સોનાક્ષી સિન્હાનો આ નવો લુક ખુબ જ અતરંગી છે. આ પહેલાં કોઈપણ ફિલ્મમાં સોનાક્ષીનો આવો અંદાજ જાેવા મળ્યો નથી. સોનાક્ષી સિન્હાનું ફેન ફોલોવિંગ પણ બીજા લોકોથી કંઈ કમ નથી. ત્યારે સોનાક્ષીના ફેંસ પણ હાલ તેમની નવી ફોટોઝ શેયર કરીને ખુશ થઈ રહ્યાં છે.
સોનાક્ષી સિન્હાની આ હેયર સ્ટાઈલ માટે પહેલાં હાઈ પોની બનાવવામાં આવી. ત્યાર બાદ વાળને આગળની તરફ રાખીને બોયકટ હેયર લુક આપવામાં આવ્યો. હાલમાં જ સોનાક્ષી સિન્હાએ પોતાની હેર સ્ટાઈલ ચેન્જ કરીને નવો લૂક અપનાવ્યો છે. નવો અંદાજ જાેઈને તમે પણ ચોંકી જશો. સોનાક્ષીને આ લુક શુટ કરે છે.