સોનાક્ષી સિન્હા અક્ષય સાથે સ્કૂબા ડાઈવિંગ કરવા માગે છે

મુંબઈ: બોલિવુડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હાને કુદરતના ખોળે રજાઓ માણવી વધારે પસંદ છે. એક્ટ્રેસ નવા વર્ષનું સ્વાગત કેરળમાં કર્યું હતું. તો ૨૦૨૦માં સોનાક્ષી સિન્હા વેકેશન માટે માલદીવ્સ ગઈ હતી. અહીં તેણે ત્રણ દિવસનો સ્કૂબા ડાઈવિંગનો સર્ટિફિકેટ કોર્સ કર્યો હતો.
અંડર વોટર એક્ટિવિટીઝને ખૂબ પસંદ કરતી સોનાક્ષી સિન્હા હવે પોતાના મિત્ર અને ભૂતપૂર્વ કો-સ્ટાર સાથે આના બીજા રાઉન્ડ માટે જવા માગે છે. સોનાક્ષી સિન્હાને પૂછ્યું કે કયા બોલિવુડ એક્ટર સાથે સ્કૂબા ડાઈવિંગ કરવાનું પસંદ કરશે
ત્યારે તેણે તરત જ અક્ષય કુમારનું નામ લીધું. સોનાક્ષીએ કહ્યું, મને લાગે છે કે અક્ષય મારી સ્કીલ્સના વખાણ કરશે અને તે આ એડવેન્ચર સારી રીતે કરી શકશે. માટે અક્ષય સ્કૂબા ડાઈવિંગ માટે આદર્શ પાર્ટનર છે. જણાવી દઈએ કે, સોનાક્ષી સિન્હાએ અક્ષય કુમાર સાથે રાઉડી રાઠોડ, જાેકર, વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ દોબારા, બોસ, હોલિડે જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. અક્ષય વિશે વાત કરતાં સોનાક્ષીએ આગળ કહ્યું, તે નેચરલ એથ્લેટ છે. મને ખાતરી છે કે તે આમાં પણ ખૂબ સારો દેખાવ કરશે.
અક્ષય સારું સ્વીમિંગ કરે છે અને શ્વાસ પર સારું નિયંત્રણ રાખી શકે છે. તમે ડાઈવિંગ કરો ત્યારે આ બંને સ્કીલ ખૂબ મહત્વની છે. મેં તેની પાસેથી ઘણા ચેલેન્જીસ લીધા છે (હસે છે). તે સ્વીકારશે કે હું પણ સ્પોર્ટ્સમાં સારી છું. માટે જ અક્ષય સ્કૂબા ડાઈવિંગમાં મને સારી કંપની આપી શકશે. અગાઉ સ્કૂબા ડાઈવિંગ વિશે વાત કરતાં સોનાક્ષીઅ કહ્યું હતું, હું વોટર બેબી છું. મને સમુદ્રમાં રહેવાનું ખૂબ પસંદ છે. હું માછલી છું! એટલે જ જ્યારે પણ હું કોઈ બીચ ડેસ્ટિનેશન પર જાઉં ત્યારે સ્કૂબા ડાઈવિંગ ચોક્કસથી કરું છું.