સોનાક્ષી સિન્હા-ઝહીર ઈકબાલે તેમના સંબંધો પર મારી મહોર!
મુંબઈ, બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં એક્ટર્સનું એકબીજા સાથે નામ જાેડાવું તે નવી વાત નથી. કેટલીકવાર સેલિબ્રિટી કપલ તેમના સંબંધોને સ્વીકારી લે છે તો કેટલાક છુપાવીને રાખે છે. છેલ્લા કેટલાક સમયથી સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલના પ્રેમ પ્રકરણની ચર્ચા છે.
બંને ઘણીવાર સાથે હેન્ગઆઉટ અને પાર્ટી કરતાં જાેવા મળે છે. અત્યારસુધીમાં આપેલા દરેક ઈન્ડવ્યૂમાં તેઓ હંમેશા માત્ર મિત્રો હોવાનો અને તેનાથી વધારે તેમની વચ્ચે કંઈ ન હોવાનો રાગ આલાપતાં રહ્યા છે.
પરંતુ સોનાક્ષી સિન્હા બર્થ ડેના ચાર દિવસ બાદ ઝહીર ઈકબાલે જે પોસ્ટ શેર કરી છે, તેનાથી તેમની વચ્ચે ખરેખર શું રંધાઈ રહ્યું છે તેની પોલ છતી થઈ હોય તેમ લાગે છે. એક્ટરે સોનાક્ષીને બર્થ ડે વિશ કરતાં ‘આઈ લવ યુ’ કહ્યું છે, તો સોનાક્ષી સિન્હાએ પણ ‘લવ યુ’ કહીને જવાબ આપ્યો છે.
ઝહીર ઈકબાલે ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર સોનાક્ષી સિન્હાનો ફની વીડિયો શેર કર્યો છે. જેમાં તેઓ બંને ફ્લાઈટમાં છે અને એક્ટ્રેસ બર્ગર ખાઈ રહી છે. આ જ સમયે ઝહીર તેનો વીડિયો ઉતારવા લાગે છે અને કેમેરાને તેના ચહેરાની નજીક લઈ જાય છે. ત્યારે એક્ટ્રેસ બર્ગરની મોટી બાઈટ લે છે અને હસવા લાગે છે. ઝહીર તેને પજવતાં તેની કેપ હટાવી લે છે. સોનાક્ષી એટલું હસે છે કે તેના આંખમાં પાણી આવી જાય છે.
આ જ પોસ્ટમાં બંનેની એક સેલ્ફી પણ છે. પોસ્ટના કેપ્શનમાં ઝહીર ઈકબાલે લખ્યું છે ‘હેપ્પી બર્થ ડે સોન્ઝ. મને ન મારી નાખવા બદલ આભાર. આઈ લવ યુ. ઘણું બધું ફૂડ, ફ્લાઈટ્સ, પ્રેમ અને હાસ્ય મળે તેવી શુભેચ્છા’. સોનાક્ષી સિન્હાએ કોમેન્ટમાં લખ્યું છે ‘થેન્ક્યુ…લવ યુ…હવે હું તને મારવા આવી રહી છું’.
ઝહીર ઈકબાલની પોસ્ટ પર પત્રલેખા, રોહન શ્રેષ્ઠા, વરુણ શર્મા, હુમા કુરેશી, તારા સુતારિયા, રાઘલ જુયાલ, મુદ્દસર ખાન સહિતના સેલેબ્સે રેડ હાર્ટ ઈમોટીકોન્સ ડ્રોપ કર્યા છે. તો ફેન્સે પણ કોમેન્ટ કરીને તેઓ સાથે સારા લાગતા હોવાનું કહ્યું છે. સોનાક્ષી સિન્હા વિશે વાતચીત કરતાં ઝહીર ઈકબાલે કહ્યું હતું કે ‘તે મારી બેસ્ટ ફ્રેન્ડ છે. અમે રિલેશનશિપમાં હોવાની અફવા ક્યાંથી આવી તે મને ખબર નથી.
અમે ઘણા વર્ષોથી સાથે હેંગઆઉટ કરીએ છીએ. લાંબા સમયથી એકબીજાના મિત્રો છીએ. વર્ક ફ્રંટની વાત કરીએ તો, ઝહીર ઈકબાલે ફિલ્મ ‘નોટબૂક’થી બોલિવુડમાં ડેબ્યૂ કર્યું હતું. હવે તે ફિલ્મ ‘ડબલ એક્સએલ’માં જાેવા મળશે. તો સોનાક્ષી સિન્હા છેલ્લે ફિલ્મ ‘ભુજઃ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા’માં દેખાઈ હતી. હાલ તેની પાસે એક-બે ફિલ્મો છે.SS1MS