સોનાના ભાવે છેલ્લા તમામ રેકોર્ડ તોડી નાખ્યા
નવીદિલ્હી, સોનાના ભાવ હાલ આકાશને આંબી રહ્યાં છે. પરંતુ તમે જો સોનાના ભાવ પર નજર રાખતા હશો તો તમને લાગતું હશે કે સોનાના ભાવ સતત વધી રહ્યાં છે. પરંતુ આજે તો સોનાના ભાવે છેલ્લા તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.
મલ્ટી કોમોડીટી એકસચેન્જ પર ડિલિવરીવાળા સોનાનો ભાવ ૫૫૦ રૂપિયાની તેજી સાથે ૫૪,૫૬૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ ચાલી રહ્યો છે. સ્ઝ્રઠ પર ચાંદીના ભાવમાં પણ જબરદસ્ત તેજી જોવા મળી. ચાંદી ૬ ટકા તેજી સાથે ૬૯,૯૯૯ રૂપિયા પ્રતિ કિલો પર કારોબાર કરી રહી છે.
જાણકારોનું કહેવું છે કે વિદેશી બજારમાં પહેલીવાર સોનાના ભાવ ૨૦૦૦ ડોલર પ્રતિ ઔંસ પાર કરી ચૂક્યો છે. વિદેશી બજારમાં લગભગ ૩૦ ડોલરનો ઉછાળો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીના ભાવમાં પણ ચમક જોવા મળી રહી છે. અહીં કિંમત ૭ ટકા વધી છે. આ મામલે જાણકારોનું કહેવું છે કે આંતરરાષ્ટ્રીય સ્તર પર અમેરિકી ડોલર નબળો પડવાના કરાણે સોના અને ચાંદીના ભાવમાં વધારો એક મોટું કારણ છે. આ ઉપરાંત બજારના ઉતાર ચઢાવ વચ્ચે સોના ચાંદીને સુરક્ષિત રોકાણ માનવામાં આવે છે.