સોનાની કિંમતમાં તેજી, ચાંદીમાં ઘટાડો થયો
નવીદિલ્લી: ભારતના બજારોમાં આજે સોનાની કિંમતમાં તેજી જાેવા મળી છે. જ્યારે બીજી બાજુ ચાંદીના ભાવમાં થોડો ઘટાડો જાેવા મળી રહ્યો છે. એમસીએક્સ પર આજે સોનામાં ૦.૦૪ ટકા જેટલી તેજી સાથે ભાવ ૪૮,૩૨૪ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ થયા છે. જ્યારે ચાંદી ૦.૬૧ ટકાના ઘટાડા સાથે ૭૨,૭૪૯ રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે. મહત્વનું છે કે, સોનું રોકોર્ડ લેવલ કરતા હજી પણ નીચું છે.
અત્યારના ભાવ પ્રમાણે સોનું હજી પણ રેકોર્ડ લેવલ કરતા નીચે છે. એક્સપર્ટનું માનવું છે કે, સોનાના ભાવમાં આગામી સમયમાં તેજી આવી શકે છે. ઓગસ્ટ ૨૦૨૦માં સોનાના ભાવ ૫૬,૨૦૦ સુધી જઈ શકે છે.
લગ્ન સિઝનમાં સોનાનો ભાવ ફરીએકવાર ૫૨,૦૦૦ પ્રતિ ૧૦ ગ્રામ થઇ શકે છે. સોનાની કિંમત બુધવારે મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર સોનાના ભાવમાં ૦.૦૪ ટકાના વધારા સાથે ૪૮,૩૨૪ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ સાથે ટ્રેડ થઈ રહ્યું છે.ચાંદીના ભાવ એમસીએક્સ પર ચાંદીની કિંમતોમાં ૦.૬૧ ટકાન ઘટાડા સાથે ૭૨,૭૪૯ રૂપિયા પ્રતિ કિલોના ભાવ પર ટ્રેડ કરી રહ્યું છે.