સોનાની થાળીમાં ભોજન કરશે ટ્રમ્પ અને તેમનો પરિવાર, ચાંદીના કપમાં ચા પીશે
જયપુર, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પ્રવાસમાં હવે ફક્ત બે દિવસનો સમય બચ્યો છે. આવામાં તેમના સ્વાગત માટે તૈયારીઓને અંતિમ રુપ આપવામાં આવી રહ્યો છે. ટ્રમ્પ ક્યારે અને ક્યાં જશે અને ક્યાં રોકાશે તે બધુ નક્કી થઈ ગયું છે. દરેક બાબતો પર ઝીણવટ ભરી નજર રાખવામાં આવી રહી છે. ટ્રમ્પ અને તેના પરિવારને પાંરપરિક ભારતીય ભોજન સોના અને ચાંદીની પરત વાળી પ્લેટમાં પરોસવામાં આવશે. આ માટે ખાસ તૈયારીઓ ચાલી રહી છે.
સોનાની પરત વાળી પ્લેટ – ભારત પ્રવાસ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેનો પરિવાર સોના અને ચાંદીના પરત વાળી થાળીમાં નાશ્તો, લંચ અને ડીનર કરશે. આ સિવાય સોના-ચાંદીની પરત વાળી ટી શેટમાં ટ્રમ્પને ચા આપવામાં આવશે. જયપુરના પ્રખ્યાત ડિઝાઈનર અરુણ પાબુવાલે ટ્રમ્પના પરિવારના ઉપયોગ માટે ખાસ કટલરી અને ટેબલ વેયર ડિઝાઈન કરી છે.
દિલ્હી મોકલવામાં આવી પ્લેટ – આ ખાસ કટલરી અને ટેબલ વેયરને દિલ્હી મોકલવામાં આવી છે. દિલ્હીમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને તેમની પત્ની મેલાનિયા ટ્રમ્પ, પુત્રી અને જમાઇ ડાયનિંગ ટેબલ પર આ જ કટલરીમાં ભોજન કરતા જોવા મળશે. આ સિવાય ટ્રમ્પ અને તેના પરિવાર માટે ગોલ્ડ પ્લેટેડ નેપકિન સેટ પણ તૈયાર કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ટ્રમ્પ અમદાવાદના ઐતિહાસિક મોટેરા સ્ટેડિયમમાં 24 તારીખે પીએમ મોદી સાથે કાર્યક્રમ પછી દિલ્હી જશે.
ડિઝાઈનર અરુણ પાબુવાલે અમેરિકાના રાષ્ટ્રપતિ માટે આ પ્રકારની ખાસ ગોલ્ડ પ્લેટ તૈયાર કરી હોય તેવો પ્રથમ પ્રસંગ નથી. આ પહેલા તે ભારત પ્રવાસ દરમિયાન બરાક ઓબામા સહિત અમેરિકાના બે રાષ્ટ્રપતિ માટે ટેબલ વેયર ડિઝાઈન કરી ચૂક્યા છે. મેટલ ડિઝાઈનર અરુણ ક્રિકેટ વર્લ્ડ કપથી લઈને વર્લ્ડ સ્તરીય સૌંદર્ય સ્પર્ધા માટે ટ્રોફી અને તાજ ડિઝાઈન કરી ચૂક્યા છે.