Western Times News

Gujarati News

સોનાની દાણચોરી કેસમાં અભિનેત્રી રાન્યા રાવની જામીન અરજી ફગાવી

હવે રાન્યા રાવ સેશન્સ કોર્ટમાં જામીન માટે અપીલ કરશે

કન્નડ અભિનેત્રી દુબઈથી પરત ફરતી વખતે બેંગલુરુના કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પકડાઈ ગઈ હતી

મુંબઈ,
સોનાની દાણચોરીના ગંભીર કેસમાં આરોપી રાન્યા રાવની જામીન અરજી ખાસ કોર્ટે ફગાવી દીધી છે. ન્યાયાધીશ વિશ્વનાથ સી ગોવદારે આરોપોની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ચુકાદો સંભળાવ્યો. હવે રાણ્યાના વકીલ સેશન્સ કોર્ટમાં અપીલ દાખલ કરવાની તૈયારી કરી રહ્યા છે.સોનાની દાણચોરીના ગંભીર કેસમાં આરોપી રાન્યા રાવની જામીન અરજી ખાસ કોર્ટે ફગાવી દીધી છે. તેમણે આર્થિક ગુનાઓ માટેની ખાસ અદાલતમાં જામીન અરજી દાખલ કરી હતી. આ ચુકાદો ન્યાયાધીશ વિશ્વનાથ સી ગોવદારે આપ્યો હતો, જેમણે આરોપોની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જામીન આપવાનો ઇનકાર કર્યાે હતો.સોનાની દાણચોરીના એક હાઈ-પ્રોફાઈલ કેસમાં ધરપકડ કરાયેલ રાન્યા રાવે જામીન માટે કોર્ટમાં અપીલ કરી હતી.

તેમની અરજી ફગાવી દેતી વખતે, કોર્ટે આરોપોની ગંભીરતા અને તપાસની સ્થિતિને ધ્યાનમાં લીધી. રાણ્યા હાલ ન્યાયિક કસ્ટડીમાં રહેશે અને તેના વકીલ હવે સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરવાની તૈયારી કરી રહ્યા છે.રાન્યા રાવના વકીલે દલીલ કરી હતી કે કેસમાં તપાસ પૂર્ણ થઈ ગઈ છે અને હવે તેને જામીન પર મુક્ત કરવો જોઈએ જેથી તે પોતાનો બચાવ મજબૂત કરી શકે, પરંતુ કોર્ટે અરજીને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે આરોપો હજુ પણ ગંભીર છે અને ન્યાયિક પ્રક્રિયાનું પાલન કરવાની જરૂર છે.

હવે રાન્યા રાવની કાનૂની ટીમ સેશન્સ કોર્ટમાં અપીલ દાખલ કરવાની તૈયારી કરી રહી છે. સેશન્સ કોર્ટનો નિર્ણય આવે ત્યાં સુધી રાન્યા રાવને જેલમાં રહેવું પડશે. આ કેસથી સોનાની દાણચોરીના નેટવર્ક અને તેની અસર અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે અને દેશની સુરક્ષા વ્યવસ્થા પર નવેસરથી નજર નાખવાની ફરજ પડી છે.રાન્યા રાવની ૪ માર્ચે ભારતમાં ૧૨ કરોડ રૂપિયાના ૧૪.૮ કિલો સોનાની દાણચોરી કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. કન્નડ અભિનેત્રી દુબઈથી પરત ફરતી વખતે બેંગલુરુના કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પકડાઈ ગઈ હતી.ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડ્ઢઇૈં) એ ખાસ ડિઝાઇન કરેલા કમરના પટ્ટામાં છુપાવેલું સોનું જપ્ત કર્યું હતું. ત્યારબાદ, તેમના બેંગલુરુ નિવાસસ્થાનની તપાસ દરમિયાન, ૨.૦૬ કરોડ રૂપિયાના સોનાના દાગીના અને ૨.૬૭ કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરવામાં આવી હતી, જેનાથી કુલ જપ્ત કરાયેલી સંપત્તિ ૧૭.૨૯ કરોડ રૂપિયા થઈ ગઈ.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.