સોનાનું BIS હોલ માર્કિંગ ફરજિયાત વાણિજ્ય મંત્રાલયની પ્રસ્તાવને મંજૂરી
જાકે ડબલ્યુટીઓમાં નિયમ નોટિફાઈ થયા બાદ આ પ્રસ્તાવ ફરજિયાત રીતે લાગુ પડશે
નવી દિલ્હી, કેન્દ્રીય વાણિજ્ય મંત્રાલયે સોનાના દાગીનાઓ માટે હોલમા‹કગ ફરજિયાત કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. જાકે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (ડબલ્યુટીઓ)માં નિયમ નોટિફાઈ કર્યા બાદ જ આ લાગુ પડશે. ગ્રાહક બાબતોના પ્રધાન રામવિલાસ પાસવાને આ અંગે જાણકારી આપતાં જણાવ્યું હતું કે સોનાના દાગીનાઓ માટે બીઆઈએસ હોલમા‹કગ ફરજિયાત બનાવવાના પ્રસ્તાવને કેન્દ્રિય વાણિજ્ય મંત્રાલયે લીલી ઝંડી આપી દીધી છે.
હોલમા‹કગ ફરજિયાત કરવાનો પ્રસ્તાવ નિર્ધારિત પ્રક્રિયા અનુસાર લાગુ પડતા બેથી ત્રણ મહિનાનો સમય લાગી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગોલ્ડ હોલમા‹કગ એ સોનાની શુદ્ધતાનો એક માપદંડ છે અને હાલ તેને સ્વૈચ્છિક રીતે લાગુ કરવામાં આવ્યો છે, પરંતુ હવે આ પ્રસ્તાવ ફરજિયાત રીતે લાગુ પડશે. દેશમાં અત્યારે ૮૦૦ હોલમા‹કગ્સ સેન્ટર છે અને તેમાંથી માત્ર ૪૦ ટકા જ્વેલરીનું જ હોલમા‹કગ થાય છે.
ગ્રાહક બાબતોના મંત્રાલય હેઠળ બ્યૂરો ઓફ ઈÂન્ડયન સ્ટાન્ડર્ડ (BIS) પાસે હોલમાર્કિગ પાસે વહીવટી સત્તા છે. તેમાં ત્રણ ગ્રેડ-૧૪ કેરેટ, ૧૮ કેરેટ અને ૨૨ કેરેટના સોના માટે હોલમા‹કગના માપદંડ નિર્ધારિત કરવામાં આવ્યાં છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભારત દુનિયામાં સાથી વધુ સોનાની આયાત કરતો દેશ છે, જેમાં મુખ્યત્વે દાગીના ઉદ્યોગની પૂર્તતા કરે છે. ભારત દર વર્ષે ૭૦૦થી ૮૦૦ ટન સોનું આયાત કરે છે અને તેથી સોનાનું હોલમા‹કગ અનિવાર્ય છે. જે લેબમાં સોનાની કે કે જ્વેલરીની તપાસ થાય છે તેમાં તે પોતાનો લોગો અંકિત કરે છે. બીઆઈએસની વેબસાઈટ પરથી એ જાણી શકાય છે કે સંબંધિત લેબ પાસે બીઆઈએસનું લાઈસન્સ છે કે નહીં. જ્વેલરી પર વિક્રેતાની ઓળખ પણ અંકિત હોય છે. બીઆઈએસની વેબસાઈટ અનુસાર તે દેશમાં એકમાત્ર એજન્સી છે, જેને સોનાના દાગીના હોલમા‹કગ માટે સરકાર તરફથી મંજૂરી પ્રાપ્ત છે.