સોનાનો ભાવ ૪૬ રૂપિયાના વધારે સાથે ૪૭,૫૭૮ થયો
નવીદિલ્હી: સોનાની કિંમતમાં આજે નજીવો વધારો થયો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર જૂન વાયદાના સોનાનો ભાવ ૪૬.૦૦ રૂપિયાના વધારે સાથે ૪૭,૫૭૮.૦૦ રૂપિયા થયો છે. જ્યારે ચાંદીની કિંમતમાં થોડો ઘટાડો જાેવા મળ્યો છે. મે મહિનાની વાયદા ભાવમાં ૫૧ રૂપિયાનો ઘટાડો થયો છે. ચાંદી ૬૮,૬૨૩.૦૦ રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ કરી રહ્યું છે. રિસર્ચ પ્રમાણે એમસીએકસ ગોલ્ડમાં ૪૭,૨૦૦-૪૭,૨૫૦ સુધી સપોર્ટ લેવલ જાેઈ શકાય છે. જાે પીળી ધાતુ ૪૮,૪૦૦ રૂપિયાના સ્તર પર પહોંચે છે તો ભાવ ૪૯,૭૦૦ સુધી પહોંચી શકે છે. આ ઉપરાંત આંતરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં ઘટાડો જાેવા મળ્યો છે. અમેરિકામાં સોનાનો ભાવ ૨.૯૦ ડૉલરના ઘટાડા સાથે ૧૭૮૧.૧૩ ડૉલર પ્રતિ ઔંસ ચાલી રહ્યો છે. જ્યારે ચાંદી ૦.૧૧ ડૉલરના ઘટાડા સાથે ૨૬.૦૨ ડૉલરના સ્તર પર ટ્રેડ કરી રહ્યું છે.
જાે ૨૪ કેરેટ સોનાની વાત કરવામાં આવે તો નવી દિલ્હીમાં ૧૦ ગ્રામ સોનાનો ભાવ ૫૦,૪૫૦ રૂપિયા છે. આ ઉપરાંત ચેન્નાઈમાં ભાવ ૪૮,૮૨૦ રૂપિયા, મુંબઈમાં ભાવ ૪૫,૯૩૦ રૂપિયા અને કોલકાતામાં ભાવ ૪૯,૬૯૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ છે.આ ઉપરાંત ૨૨ કેરેટ સોનાનો ભાવ જાેઈએ તો ચેન્નાઈમાં૧૦ ગ્રામ સોનાનો ભાવ ૪૪,૭૫૦ રૂપિયા છે. આ ઉપરાંત મુંબઈમાં ૪૪,૯૩૦ રૂપિયા, નવી દિલ્હીમાં ૪૬,૨૩૦ રૂપિયા અને કોલકાતામાં ૪૭,૪૨૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામના સ્તર પર છે.
જાે તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. ‘મ્ૈંજી ઝ્રટ્ઠિી ટ્ઠॅॅ’ મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જાે સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.
તમને જણાવી દઈએ કે લોકોએ કોરોના કાળમાં સોનાની ખૂબ ખરીદી કરી છે. ગત વર્ષે ૨૦૨૦-૨૧માં સોનાની આયાત ૨૨.૫૮ ટકાથી વધીને ૩૪.૬ અબજ ડૉલર એટલે કે ૨.૫૪ લાખ કરોડ રૂપિયા થઈ હતી. આંકડા પ્રમાણે ગત વર્ષે ચાંદીની આવક ૭૧ ટકા ઘટીને ૭૯.૧ કરોડ ડૉલર રહી હતી. શેર બજાર ટોંચ પર પહોંચે છે ત્યારે તેમાં નફાની સાથે સાથે જાેખમ પણ વધે છે.
એવી સ્થિતિમાં રોકાણકારો સુરક્ષિત રોકાણના વિકલ્પ તરીકે સોનાની પસંદગી કરે છે. જેનાથી સોનાની કિંમતને સપોર્ટ મળે છે અને ભાવ વધવા લાગે છે. નિષ્ણાતોનું માનવું છે કે આવું શરૂ થશે જેનાથી ૨૦૨૧માં પણ ગત વર્ષની જેમ સોનાની કિંમત વધવી નક્કી છે. અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે ૨૦૨૧માં સોનાની કિંમત ૬૩,૦૦૦ રૂપિયાનો નવો રેકોર્ડ કરશે.