સોનાલી કેન્સરની સર્જરી બાદ ૨૩-૨૪ ઈંચના ઘાને લીધે ચાલી પણ નહોતી શકતી
મુંબઈ, ૨૦૧૮માં બોલિવુડ એક્ટ્રેસ સોનાલી બેન્દ્રેને મેટાસ્ટેટિક કેન્સર હોવાનું નિદાન થયું હતું. સદ્નસીબે કેન્સરનું નિદાન પ્રારંભિક તબક્કામાં જ થઈ જતાં સારવારથી તેને મટાડી શકાયું હતું.
જાેકે, જ્યારે કેન્સરનું નિદાન થયું ત્યારે સોનાલી અને તેના આખા પરિવારના જીવનમાં મોટું સંકટ આવી ગયું હતું અને સૌ માટે એ સમયગાળો મુશ્કેલ રહ્યો હતો. સોનાલી આ જીવલેણ બીમારીને હરાવીને યોદ્ધાની જેમ તેમાંથી બહાર આવી અને હવે તેનો જીવન પ્રત્યેનો દ્રષ્ટિકોણ પણ બદલાઈ ગયો છે.
હાલમાં જ એક ન્યૂઝ પોર્ટલને આપેલા ઈન્ટરવ્યૂમાં સોનાલીએ એ મુશ્કેલ તબક્કાને યાદ કરતાં કહ્યું કે, તે અને તેના પતિ ગોલ્ડી બહેલ જિંદગીને બીફોર કેન્સર અને આફ્ટર કેન્સર કહે છે. સોનાલીએ આ આખી પ્રક્રિયામાંથી કયો બોધ તેમણે લીધો તે અંગે પણ જણાવ્યું છે.
સોનાલી અને તેના પતિ એકબીજાને યાદ અપાવતા રહે છે કે, ધ્યેય નહીં તેના સુધી પહોંચવાની પ્રક્રિયા અને જર્ની મહત્વની છે. સોનાલીએ આગળ એમ પણ કહ્યું કે, કેન્સરને હરાવ્યા બાદ તેના શરીરમાં આવેલા ફેરફારો પણ મુશ્કેલ તબક્કો લઈને આવ્યા હતા.
સોનાલી બેન્દ્રેએ ન્યૂયોર્કમાં થયેલી સર્જરીને યાદ કરીને જેના કારણે તેના શરીર પર ૨૩-૨૪ ઈંચના ઘા પડી ગયા હતા. સાથે જ ડૉક્ટરોએ તેને જલદીથી જલદી ચાલવાનું શરૂ કરવાની સલાહ આપી હતી કારણકે તેમને ભય હતો કે, તેને ઈન્ફેક્શન લાગી જશે અને પછી એન્ટિબાયોટિક્સની અસર નહીં થાય.
જે બાદ સોનાલી બેન્દ્રએ ગાંઠ વાળી લીધી કે તેને સાજા થવું જ પડશે. સોનાલીએ આગળ કહ્યું કે, ૨૩-૨૪ ઈંચનો ઘા ચાલવામાં અડચણરૂપ હતો તેમ છતાં તેણે હિંમત રાખી હતી. તે આઈવી સાથે લઈને હોસ્પિટલના કોરિડોરમાં ચાલતી હતી. સોનાલી બેન્દ્રએ હવે તો કેન્સરને હરાવીને મજબૂતાઈથી પાછી ફરી છે.
તેણે કામ પણ શરૂ કરી દીધું છે. હાલ તે ડાન્સ રિયાલિટી શો ડીઆઈડ-લિટર માસ્ટર-૫માં જજ તરીકે જાેવા મળે છે. તેની સાથે કોરિયોગ્રાફર રેમો ડિસૂઝા અને એક્ટ્રેસ મૌની રોય પણ આ શો જજ કરે છે. આ ઉપરાંત સોનાલી ટૂંક સમયમાં જ ‘ધ બ્રોકન ન્યૂઝ’ નામની વેબ સીરીઝમાં જાેવા મળશે. આ સીરીઝ દ્વારા સોનાલી ઓટીટી પ્લેટફોર્મ પર ડેબ્યૂ કરશે. આ સીરીઝ ૨૦૧૮ની બ્રિટિશ સીરીઝ ‘પ્રેસ’ પર આધારિત છે.SS1MS