Western Times News

Gujarati News

સોના-ચાંદીના ઘરેણાંની ખરીદી કરનાર વેપારીઓને રજીસ્ટર બનાવવા આદેશ

प्रतिकात्मक

હિંમતનગર, રાજ્યમાં બનતા ગુનાઓમાં સોના-ચાંદીના ઘરેણાંની ચોરીના ચેન સ્નેચિંગના ગુનાઓનું પ્રમાણ વધવા પામેલ છે. આવા ગુનાઓ આચરી ચોરી કરેલ ઘરેણાં-દાગીના, ચેનો, સોનું-ચાંદી વગેરે તથા આવા દાગીના ઓગાળીએ ચોરો લૂંટફાટ કરનારાઓ સોના-ચાંદી લે-વેચ કે શો-રૂમવાળા વેપારીઓને વેચાણ કરતા હોય છે

અને ચોરીનો મુદ્દામાલ વેચવા આવનારની માલિકીનો માની વેચાણ આપનારના કોઈ ઓળખના પૂરાવા કે કોઈ ચોક્કસ નામ-સરનામાની માહિતી મેળવ્યાં સિવાય અજાણતામાં વેચાણ રાખતા હોય છે

અને ચોરીની તપાસમાં છેવટે આવો મુદ્દામાલ વેચાણ રાખનાર પાસે કોઈ જ માહિતી ન હોવાના કારણે ચોરી કરનાર સુધી પહોંચવામાં પોલીસને પણ ખૂબ જ મુશ્કેલી અનુભવવી પડે છે અને અશક્ય પણ બની જાય છે.

જે બાબતે કાયદો અને વ્યવસ્થા સંદર્ભે આવા સોના-ચાંદીના દાગીના, વસ્તુઓ, દાગીના ઓગાળીને બનાવેલ ગઠ્ઠા જેવી વસ્તુઓ વેચાણ રાખનાર દુકાનદાર પાસે ઓળખના પૂરાવા મેળવી તેની સત્યતા ચકાસી પછી જ ખરીદીનું લખાણ નામ-સરનામું, મોબાઈલ નંબર વગેરે મેળવી ઉપલબ્ધ રાખી દુકાનદાર વેપારી નિયત નમૂનામાં રજિસ્ટર નિભાવી અવશ્ય નોંધવાનું રહેશે અને માન્ય તપાસ અધિકારી તપાસ માંગે ત્યારે તે રજૂ કરવાનું રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.