સોના-ચાંદીમાં તેજી પણ બજાર 70% ડાઉન
(પ્રતિનિધિ) અમદાવાદ,યુક્રેન- રશિયા વચ્ચે લગભગ ૪પ દિવસથી ભિષણ યુધ્ધ ચાલી રહયુ છે આ યુધ્ધમાં યુક્રેનને જબરજસ્ત નુકસાન થયુ છે રશિયાને પણ આર્થિક દ્રષ્ટિએ વ્યાપક અસર થઈ છે. યુધ્ધથી મોંઘવારીનો ગ્રાફ દરેક દેશમાં ઉંચે જઈ રહયો છે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા મોંઘવારીની સાવર્ત્રિક અસર વર્તાઈ રહી છે સોના-ચાંદી બજારમાં તેજી છે.
પણ ઘરાકી સાવ ઓછી છે. માણેકચોક સોના-ચાંદી બજારના વહેપારી વર્તુળોમાં મળતી માહિતી મુજબ યુધ્ધને લીધે સોનામા ભારે તેજી છે પરંતુ બજારમાં ઘરાકી લગભગ 70% ડાઉન છે. મોંઘા ભાવના દાગીના ખરીદવા કોઈ પણ વર્ગના લોકોને પોષાય તેમ નથી. મધ્યમ- ઉચ્ચત્તર મધ્યમ વર્ગ સોનાનો ખરીદનાર મોટો વર્ગ છે.
પરંતુ સોનાનો ભાવ પ૦,૦૦૦ની સપાટીને આંબી ગયો છે તેથી મધ્યમવર્ગ કે જે પ્રસંગોપાત ખરીદી કરતો હતો તે સાવ ઓછો થઈ ગયો છે તેની સાથે નાની-નાની ખરીદી બંધ થઈ ગઈ છે. સોનાના ભાવ યુધ્ધને કારણે નીચે ઉતરે તેવી શક્યતાઓ ઓછી છે તેથી સોનાના ભાવમાં ઘટાડો થાય તેવી સંભાવના હાલના તબક્કે જણાતી નથી.
જાેકે લગ્નસરામાં જે ખરીદી થતી હોય છે તે વધતા ઓછા પ્રમાણમાં જતી રહે છે પણ સોનાની ખરીદી ઓછી થઈ રહી હોવાથી બજાર 70% સુધી ડાઉન થઈ ગયુ છે.