સોના -ચાંદીમાં ફરી ઊછાળો, 2021માં સોનું 66000 પર પહોંચવાનું અનુમાન
નવી દિલ્હીઃ નવા વર્ષમાં અપેક્ષા મુજબ સોના-ચાંદી (Silver Gold Rise)માં વધારો થવા લાગ્યો છે. સોમવારે સોનામાં 800 રૂપિયાના વધારો નોંધાયો. જ્યારે ચાંદી પણ 1500 રૂપિયા વધી ગઇ.
મલ્ટી કોમોડિટી એક્સચેંજ (MCX) પર ફેબ્રુઆરી વાયદામાં આશરે 1.78% નો વધારો જોવા મળી રહ્યો છે. સોના(Silver Gold Rise)માં ભાવ રૂ 87 ના વધારા સાથે આશરે 51,115 પર રૂપિયા 10 ગ્રામ દીઠ પહોંચી ગયો.
અમદાવાદા કોમોડિટીઝમાં વીકએન્ડમાં ચાંદી (Silver Gold Rise)ચોરસા 66000-67000 કિલોદીઠ હતી. જે સોમવારે 66500-68500 થઇ ગઇ હતી.
એટલે 1500નો વધારો નોંધાયો. જ્યારે ચાંદી રૂપુંનો ભાવ 65800-66800 હતો.જે સોમવરે વધીને 66300-68300 થઇ ગયો.
તેવી જ રીતે સોનામાં 999 (24 કેરેટ) પ્રતિ 10નો ભાવ વીકએન્ડમાં 51600-52000 હતો પરંતુ સોમવારે તેનો ભાવ (Silver Gold Rise)વધીને 52300-52800એ પહોંચી ગયો.
995 (22 કેરેટ)નો ભાવ શનિવારે 51400-51800 હતો. તે વધીને 52100-52600 પ્રતિ 10 ગ્રામ થઇ ગયો. ઓવી જ રીતે હોલમાર્ક સોનું 50960 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. જે 51745 થિ ગયો.તેમાં 785 રૂપિયાનો વધારો નોંધાયો.
કોમોડિટી માર્કેટના નિષ્ણાતો 2021 ને સોના માટે ખૂબ જ શુભ માને છે. ઘણા નિષ્ણાતો કહે છે કે જો 2021 માં સોનું 66,000 પર જશે, તો ચાંદી પણ 1 કિલો દીઠ 1 લાખના રૂપિયા સુધી પહોંચી શકે છે.
બ્રોકરેજ ગૃહોએ સોના-ચાંદી (Silver Gold Rise) વિશે પોતાનો અંદાજ જણાવી દીધો છે. જેમાંથી 55 ટકા દલાલોએ ધાર્યું છે કે 2021 માં સોનું 10 ગ્રામ દીઠ 60,000-66,000 ની રેન્જમાં વેપાર કરશે, જ્યારે 45 ટકા દલાલો કહે છે કે સોનું 10 ગ્રામ દીઠ રૂ. 55,000-58,000 ની સપાટી પર રહેશે.