સોનિયાની ફરી વાપસી બાદ રાહુલ ગાંધીનુ ભાવિ શુ રહેશે
નવી દિલ્હી : લોકસભાની ચૂંટણીમાં કારમી હાર થયા બાદ કોંગ્રેસ પ્રમુખના પદથી રાહુલ ગાંધીના રાજીનામાને ૭૫ દિવસ બાદ સ્વીકારી લેવામાં આવ્યા બાદ હવે પ્રમુખ તરીકેની જવાબદારી ફરી એકવાર સોનિયા ગાંધીને સોંપવામાં આવ્યા બાદ આ નિર્ણયની વ્યાપક ટિકા થઇ રહી છે. કોંગ્રેસ પાર્ટી હજુ પરિવારમુક્ત થઇ શકી નથી. પાર્ટીના તમામ સિનિયર નેતા સોનિયા ગાંધીને વચગાળાના પ્રમુખ બનાવમાં સફળ રહ્યા હતા. સોનિયાની વાપસીથી હવે રાહુલ ગાંધીનુ રાજકીય ભાવિ મોટા ભાગે મુશ્કેલ બની ગયુ છે.
સોનિયા ગાંઘીને પાર્ટી પ્રમુખ બનાવી દેનાર નેતાઓ પૈકી મોટા ભાગના નેતાઓ એવા છે જે રાહુલને પાર્ટી પ્રમુખ બનાવી દેવામાં આવ્યા બાદ તેમની અવગણના થઇ રહી હતી. તેમની ભૂમિકા બિલકુલ મર્યાદિત થઇ ગઇ હતી. જે નેતા આશરે બે દશકથી પાર્ટીના તમામ નાના મોટા નિર્ણયમાં સામેલ રહ્યા હતા તે નેતાઓને કોઇ પણ નિર્ણયની માહિતી રાહુલના ગાળા દરમિયાન નિર્ણય બાદ કરવામાં આવતી હતી. આ સ્થિતિ તેમના અસ્તિત્વ માટે યોગ્ય ન હતી.
તેઓ કોઇને કોઇ ફેરફારની તરફેણમાં દેખાઇ રહ્યા હતા. રાહુલની વાપસી કમ સે કમ નજીકના ભવિષ્યમાં તો દેખાઇ રહી નથી. પટકથા હાલમાં એવી તૈયાર કરવામાં આવી છે કે તમામ જવાબદારી સોનિયા ગાંધીના હાથમાં રહે. જેથી નજીકના ભવિષ્યમાં રાહુલની વાપસીની શક્યતા નહીંવત દેખાઇ રહી છે. રાહુલની શક્યતા કેમ ઘટી છે તેના માટેના કેટલાક કારણો રહેલા છે. કોંગ્રેસ પાર્ટી પ્રમુખ તરીકે સોનિયા ગાંધીની વાપસી બાદ હવે સિનિયર નેતા પાર્ટીમાં સુરક્ષિત અનુભવ કરી રહ્યા છે. તેમને રાહત થઇ છે.